
ગીર સોમનાથ 11 એપ્રિલ (હિ.સ.) સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી જે. ડી પરમાર સાહેબ ના 85 માં જન્મદિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં ભક્તિમય આયોજનો કરવામાં આવ્યા હતા. જેમાં સોમનાથ મહાદેવને ટ્રસ્ટી જે. ડી પરમાર સાહેબના પ્રતિનિધિ સ્વરૂપે જનરલ મેનેજર દ્વારા સંકલ્પ કરીને મહાપૂજા સામગ્રી અર્પણ કરી હતી. જે મંદિરના પૂજારીઓ દ્વારા મહાપુજા માં મહાદેવને અર્પણ કરાયેલ.
સોમનાથ મંદિરના સ્થાનિક તીર્થ પુરોહિતઓ દ્વારા ટ્રસ્ટના માન.ટ્રસ્ટી શ્રી જે. ડી પરમાર સાહેબના જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘ આયુષ્ય અને કુશળક્ષેમની કામના સાથે આયુષ્ય મંત્ર જાપ કરવામાં આવ્યા હતા. ત્યારે આ વિશેષ અવસરે સોમનાથ મહાદેવને સાયમ શૃંગાર સમયે વિશેષ દીપમાળા પણ કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ