

પાટણ, 11 એપ્રિલ (હિ.સ.) : પાટણ નગરપાલિકાની 44 બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે પ્રાંત કચેરી ખાતે ભારે રાજકીય ગતિવિધિઓ જોવા મળી. વિવિધ પક્ષોના ઉમેદવારો અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં પહોંચતા કચેરી પરિસર ભરાઈ ગયું હતું.
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઢોલ-નગારા સાથે વિજય વિશ્વાસ દર્શાવતા કચેરીએ પહોંચ્યા હતા, જ્યારે કોંગ્રેસે સત્તાવાર યાદી જાહેર ન હોવા છતાં પોતાના ઉમેદવારોને ફોર્મ ભરવા મોકલ્યા હતા.
આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ પણ પોતાના સમર્થકો સાથે હાજરી આપી ઉમેદવારી નોંધાવી. તમામ પક્ષોના કાર્યકરોની ભીડને કારણે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો હતો.
હવે ફોર્મની ચકાસણી અને ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા બાદ ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ બનશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ