
જામનગર, 11 એપ્રિલ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ચૂંટણી નિરીક્ષક તરીકે આઈ.એસ.પ્રજાપતિને નિયુક્ત કરવામાં આવ્યા છે.
ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત, છ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાનાર છે.આ સામાન્ય ચૂંટણી સરળ સંચાલન માટે તથા ચૂંટણી નિષ્પક્ષ,મુક્ત અને ન્યાય વાતાવરણમાં યોજાઈ તે માટે ચૂંટણી નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી છે.
જેમાં આઈ.એસ.પ્રજાપતિ નિયામક, ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt