ભારતીય રેલવે ઇન્જિનિયર્સ સર્વિસ અધિકારી રામાશ્રય પાંડેય એ પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો
ભાવનગર, 11 એપ્રિલ (હિ.સ.) : પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક તરીકેની નિયુક્તિ પહેલાં તેઓ પૂર્વ મધ્ય રેલવે, પટના ખાતે મુખ્ય પ્રશાસનિક અધિકારી (નિર્માણ/દક્ષિણ) તરીકે કાર્યરત હતા. તેમના ઉત્કૃષ્ટ કારકિર્દી દરમિયાન પાંડેય એ ઉત્તર પૂર્વ રેલવેના વારાણસી મંડળમા
ભારતીય રેલવે ઇન્જિનિયર્સ સર્વિસ (IRSE) ના 1990 બેચના વરિષ્ઠ અધિકારી


ભાવનગર, 11 એપ્રિલ (હિ.સ.) : પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક તરીકેની નિયુક્તિ પહેલાં તેઓ પૂર્વ મધ્ય રેલવે, પટના ખાતે મુખ્ય પ્રશાસનિક અધિકારી (નિર્માણ/દક્ષિણ) તરીકે કાર્યરત હતા.

તેમના ઉત્કૃષ્ટ કારકિર્દી દરમિયાન પાંડેય એ ઉત્તર પૂર્વ રેલવેના વારાણસી મંડળમાં મંડળ રેલ પ્રબંધક (DRM) તરીકે તેમજ ઉત્તર રેલવે, નવી દિલ્હીમાં મુખ્ય ઇજનેર તરીકે સેવાઓ આપી છે. તેમણે ગોરખપુર અને સમસ્તીપુર ખાતે ઉપ મુખ્ય ઇજનેર, રેલવે બોર્ડમાં સભ્ય ઇજનેરિંગના વિશેષ કાર્ય અધિકારી (OSD), રેલવે બોર્ડમાં નિયામક સતર્કતા તેમજ હાજીપુર ખાતે ઉપ મુખ્ય સતર્કતા અધિકારી સહિત અનેક મહત્વપૂર્ણ પદો પર સેવા આપી છે. તેઓ રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL)માં ગ્રુપ જનરલ મેનેજર તરીકે પણ કાર્યરત રહ્યા હતા, જ્યાં તેમણે અનેક મહત્વપૂર્ણ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું સફળ અમલીકરણ કર્યું હતું.

પાંડેય એ આઈઆઈટી રૂડકીમાંથી બી.ટેક. તથા આઈઆઈટી દિલ્હીમાંથી એમ.ટેક.ની ડિગ્રી મેળવી છે. રેલવે ઓપરેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ ક્ષેત્રોમાં તેમણે વ્યાપક આંતરરાષ્ટ્રીય તાલીમ પ્રાપ્ત કરી છે. તેમણે ઇટલીમાં ટ્રેક રેકોર્ડિંગ, સિંગાપુર અને મલેશિયામાં એડવાન્સ્ડ મેનેજમેન્ટ પ્રોગ્રામ, સ્પેનમાં હાઈ-સ્પીડ ટ્રેન ઓપરેશન તથા તુર્કી અને નોર્વેમાં ટનલ નિર્માણ ટેકનિક્સ અંગે તાલીમ પ્રાપ્ત કરી છે.

પાંડેયને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ, સંચાલન અને પ્રશાસનમાં વિશાળ અનુભવ છે. તેઓ અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે સમાન રીતે લોકપ્રિય છે અને વિશ્વાસ છે કે તેમના ગતિશીલ નેતૃત્વ હેઠળ પશ્ચિમ રેલવે નવી સિદ્ધિઓ હાંસલ કરીને નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande