સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સજ્જ થતો પોલિંગ સ્ટાફ વિસાવદર ખાતે પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસરની પ્રથમ તાલીમ યોજાઈ
જુનાગઢ, 11 એપ્રિલ (હિ.સ.) : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને આજે વિસાવદર ખાતેની નગર પંચાયત હાઇસ્કુલ ખાતે પોલિંગ સ્ટાફની પ્રથમ તાલીમ યોજાઈ હતી. જેમાં ૪૯૮ પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસરને ચૂંટણીલક્ષી જરૂરી તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં અધિ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સજ્જ થતો પોલિંગ સ્ટાફ


જુનાગઢ, 11 એપ્રિલ (હિ.સ.) : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને આજે વિસાવદર ખાતેની નગર પંચાયત હાઇસ્કુલ ખાતે પોલિંગ સ્ટાફની પ્રથમ તાલીમ યોજાઈ હતી. જેમાં ૪૯૮ પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસરને ચૂંટણીલક્ષી જરૂરી તાલીમ આપવામાં આવી હતી.

આ તાલીમમાં અધિકારી- કર્મચારીઓને મતદાન મથક પર હાથ ધરવાની થતી મતદાન પ્રક્રિયા ઉપરાંત ઇવીએમ સંલગ્ન જુદી જુદી પ્રેક્ટીકલ બાબતોને આવરી લઈ, માસ્ટર ટ્રેનર દ્વારા વિગતવાર તાલીમ આપી ચૂંટણી સ્ટાફને મતદાન માટે સજ્જ કરવામાં આવ્યો હતો. ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી ચિરાગ હિરવાણીયાએ પણ તાલીમનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે તા.૨૬ એપ્રિલના રોજ મતદાન થનાર છે, આ માટે ચૂંટણી તંત્ર દ્વારા જરૂરી તબક્કાવાર કામગીરી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande