જૂનાગઢની બહાઉદ્દીન આર્ટ્સ કૉલેજના મદદનીશ પ્રાધ્યાપક એન.સી.સી.ના લેફ્ટનન્ટ બન્યા
નાગપુર ખાતે પ્રી-કમિશન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી કૉલેજના NCC કેડેટ્સને નવું માર્ગદર્શન અને જોમ મળશે જુનાગઢ, 11 એપ્રિલ (હિ.સ.) : જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન આર્ટ્સ કૉલેજના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. રાજીવ ડાંગરએ તાજેતરમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી (ઓ
જૂનાગઢની બહાઉદ્દીન આર્ટ્સ કૉલેજના મદદનીશ પ્રાધ્યાપક એન.સી.સી


નાગપુર ખાતે પ્રી-કમિશન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી કૉલેજના NCC કેડેટ્સને નવું માર્ગદર્શન અને જોમ મળશે

જુનાગઢ, 11 એપ્રિલ (હિ.સ.) : જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન આર્ટ્સ કૉલેજના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. રાજીવ ડાંગરએ તાજેતરમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી (ઓ.ટી.એ.), કામ્પટી (નાગપુર) ખાતે નેશનલ કેડેટ કોર્પ્સ (એન.સી.સી) ની કઠિન ગણાતી ‘પ્રી-કમિશન’ (પીઆરસીએન) તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી ‘લેફ્ટનન્ટ’ રેન્ક મેળવ્યો છે. ત્રણ મહિનાની આ સઘન તાલીમ પૂર્ણ કરી કૉલેજ પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્રણ મહિનાની આ કઠિન તાલીમ દરમિયાન ડૉ. રાજીવ ડાંગરએ લશ્કરી શિસ્ત, ડ્રિલ, શસ્ત્ર તાલીમ (વેપન ટ્રેનિંગ), મેપ રીડિંગ, ડ્રોન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને નેતૃત્વ જેવા વિવિધ વિષયોમાં નિપુણતા મેળવી છે. ઓ.ટી.એ., કામ્પટી (નાગપુર) ખાતે તેમના અનુકરણીય સમર્પણ, અતૂટ પ્રતિબદ્ધતા અને વિશિષ્ટ સેવા બદલ લેફ્ટનન્ટ કર્નલ દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ. જે.આર.વાંઝાએ જણાવ્યું હતું કે, લેફ્ટનન્ટ ડૉ. રાજીવ ડાંગર દ્વારા મેળવવામાં આવેલી આ તાલીમથી કૉલેજના NCC કેડેટ્સને નવું માર્ગદર્શન અને જોમ મળશે. તેમની આ સિદ્ધિ બદલ સમગ્ર કૉલેજ પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે. તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande