રાણાવાવ પોલીસે ખોવાયેલ બાળકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું
પોરબંદર, 11 એપ્રિલ (હિ.સ.) : રાણાવાવ પોલીસ સ્ટેશનના જી.આર.ડી.જવાનોને રાણાવાવ બસ સ્ટેશનમાથી બે નાના બાળકો એકલા મળી આવ્યા હતા. આજુબાજુમા તપાસ કરતા કોઈ વાલી વારસ સાથે મળેલ નહી જેથી રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે લાવી પોલીસ ઈન્સપેક્ટરને હકીકતથી વાકેફ કરતા ર
રાણાવાવ પોલીસે ખોવાયેલ બાળકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું.


રાણાવાવ પોલીસે ખોવાયેલ બાળકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું.


પોરબંદર, 11 એપ્રિલ (હિ.સ.) : રાણાવાવ પોલીસ સ્ટેશનના જી.આર.ડી.જવાનોને રાણાવાવ બસ સ્ટેશનમાથી બે નાના બાળકો એકલા મળી આવ્યા હતા. આજુબાજુમા તપાસ કરતા કોઈ વાલી વારસ સાથે મળેલ નહી જેથી રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે લાવી પોલીસ ઈન્સપેક્ટરને હકીકતથી વાકેફ કરતા રાણાવાવ પોલીસ સ્ટેશનના ટાઉનબીટ ઈન્ચાર્જ પો.સબ.ઈન્સ.એસ.એમ. કણઝરીયા તથા પો.હેડ કોન્સ. કે. આર. કરંગીયાનાઓને બાળકોના વાલી વારસ શોધવા માટે સુચના કરતા જે અન્વયે રાણાવાવના નાગરીકો સાથે સંકલનમા રહી તપાસ કરાવતા આહિલ સુલ્તાન મુલાણી ઉ.વ.03 અને અરમાન સિરાજ મિનસારીયા ઉ.વ.04 જાણવા મળેલ અને તેની ખરાઈ કરી તપાસ કરતા સદર બાળકોના વાલીઓ સિમરનબેન વા/ઓ સુલ્તાન મુલાણીઅને સમરીનબેન વા/ઓ સિરાજ મિનસારીયાને સંપર્ક કરી તેઓને જાણ કરી ખરાઈ કરી બાળકો વાલીઓને સોંપી આપવામાં આવ્યા હતા. આ કામગીરીમા પોલીસ ઈન્સ. બી.જી.ડાંગર તથા પો.સબ ઈન્સ. એસ.એમ.કણઝરીયા તથા પો.હેડ કોન્સ.કે.આર. કરંગીયા તથા રાણાવાવ જી.આર.ડી.જવાન ચંદ્રેશ બાબુભાઈ સાદીયા તથા કેતન અમૃતભાઈ ધમર રોકાયેલ હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande