મહેસાણામાં આરટીઓ દ્વારા રોડ સેફ્ટી અંગે જાગૃતિ અભિયાન યોજાયું
મહેસાણા, 11 એપ્રિલ (હિ.સ.) રોડ સેફ્ટી અંતર્ગત મહેસાણા આરટીઓ ટીમ દ્વારા ઊંઝા APMC અને ઐઠોર ગણપતિ મંદિર વિસ્તારમાં વ્યાપક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન APMC ખાતે આવનારા ખેડૂતો, ટ્રેક્ટર ચાલકો તેમજ ઐઠોર ગણપતિ મંદિરે દર્શન કરવ
મહેસાણામાં આરટીઓ દ્વારા રોડ સેફ્ટી અંગે જાગૃતિ અભિયાન યોજાયું


મહેસાણા, 11 એપ્રિલ (હિ.સ.) રોડ સેફ્ટી અંતર્ગત મહેસાણા આરટીઓ ટીમ દ્વારા ઊંઝા APMC અને ઐઠોર ગણપતિ મંદિર વિસ્તારમાં વ્યાપક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન APMC ખાતે આવનારા ખેડૂતો, ટ્રેક્ટર ચાલકો તેમજ ઐઠોર ગણપતિ મંદિરે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ અને રિક્ષા ડ્રાઇવરોને માર્ગ સલામતી અંગે માહિતી આપવામાં આવી હતી.

આરટીઓ ટીમ દ્વારા માર્ગ સલામતીના નિયમો વિશે સમજાવતાં હેલ્મેટ અને સીટબેલ્ટના ઉપયોગનું મહત્વ, વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ ન કરવો, ઝડપ નિયંત્રિત રાખવી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું જેવી બાબતો પર ભાર મૂકાયો હતો. ઉપરાંત, ટ્રેક્ટર અને અન્ય વાહન ચાલકોને રિફ્લેક્ટર અને લાઈટ્સનો યોગ્ય ઉપયોગ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી.

જાગૃતિ વધારવા માટે પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં માર્ગ સલામતી સંબંધિત મહત્વપૂર્ણ સૂચનો સમાવાયા હતા. આ અભિયાનથી સ્થાનિક લોકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ વધે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.

આરટીઓ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આવી જાગૃતિ પ્રવૃત્તિઓ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે, જેથી માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande