મહેસાણા ભાજપ કાર્યાલયે ઉમેદવારો સાથે સાંસદ હરિભાઈ પટેલની બેઠક યોજાઈ
મહેસાણા, 11 એપ્રિલ (હિ.સ.) આજરોજ મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મહેસાણા મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના તમામ નવનિયુક્ત ઉમેદવારો સાથે મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલે મુલાકાત કરી હતી. આ પ્રસંગે તેમણે ઉમેદવારોને આવનારી
મહેસાણા ભાજપ કાર્યાલયે ઉમેદવારો સાથે સાંસદ હરિભાઈ પટેલની બેઠક યોજાઈ


મહેસાણા, 11 એપ્રિલ (હિ.સ.) આજરોજ મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મહેસાણા મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના તમામ નવનિયુક્ત ઉમેદવારો સાથે મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલે મુલાકાત કરી હતી. આ પ્રસંગે તેમણે ઉમેદવારોને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે માર્ગદર્શન આપ્યું અને જીત માટે અગ્રીમ શુભકામનાઓ પાઠવી હતી.

સાંસદ હરિભાઈ પટેલે ઉમેદવારોને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપની વિચારધારા અને વિકાસના એજન્ડાને જનજન સુધી પહોંચાડવા માટે દરેક કાર્યકર અને ઉમેદવારનું મહત્વપૂર્ણ યોગદાન રહેશે. તેમણે ચૂંટણી દરમિયાન સંકલન, શિસ્ત અને મતદાતાઓ સાથે સતત સંપર્ક રાખવા પર ભાર મૂક્યો હતો.

બેઠક દરમિયાન ઉમેદવારો સાથે ચૂંટણી સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તેમજ ચૂંટણી પ્રચારની રણનીતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને જીતનો આત્મવિશ્વાસ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા ભાજપના આગેવાનો, પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં સકારાત્મક વાતાવરણ અને ચૂંટણી માટેનો જુસ્સો જોવા મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande