ત્રણ વર્ષથી ફરાર અપહરણ અને પોક્સો કેસનો આરોપી મહેસાણા પેરોલ-ફર્લો સ્કોડે ઝડપી પાડ્યો
મહેસાણા, 11 એપ્રિલ (હિ.સ.) કડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને પોક્સો કેસમાં છેલ્લા 3 વર્ષથી નાસતા ફરતા આરોપીને મહેસાણા પેરોલ-ફર્લો સ્કોડે વાવ-થરાદ વિસ્તારથી ઝડપી પાડ્યો છે. ગંભીર ગુનાઓમાં ફરાર આરોપીઓને પકડી પાડવા રાજ્ય સ્તરે શરૂ કરાયેલ ખાસ અભિ
ત્રણ વર્ષથી ફરાર અપહરણ અને પોક્સો કેસનો આરોપી મહેસાણા પેરોલ-ફર્લો સ્કોડે ઝડપી પાડ્યો


મહેસાણા, 11 એપ્રિલ (હિ.સ.) કડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને પોક્સો કેસમાં છેલ્લા 3 વર્ષથી નાસતા ફરતા આરોપીને મહેસાણા પેરોલ-ફર્લો સ્કોડે વાવ-થરાદ વિસ્તારથી ઝડપી પાડ્યો છે. ગંભીર ગુનાઓમાં ફરાર આરોપીઓને પકડી પાડવા રાજ્ય સ્તરે શરૂ કરાયેલ ખાસ અભિયાન અંતર્ગત આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

માહિતી મુજબ, પોલીસ મહાનિદેશકના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (IPS) અને મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી (IPS) ના નેતૃત્વમાં વિવિધ ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અન્વયે પેરોલ-ફર્લો સ્કોડે ટેકનિકલ અને માનવ સોર્સના આધારે આરોપી અહારી (મીણા) ધર્મેન્દ્ર ઉર્ફે મુન્નો રમેશભાઈ, રહે. દેપુર, જી. ઉદેપુર (રાજસ્થાન) હાલ કાતરવા ગામ પાસે હોવાની માહિતી મેળવી હતી.

પોલીસ ટીમે ડીસા-થરાદ રોડ પર જલારામ હોટલ નજીક દરોડો પાડી આરોપીને ઝડપી લીધો હતો. આરોપી સામે IPC કલમ 363, 366, 376(2), 376(3) તેમજ પોક્સો અધિનિયમ હેઠળ ગુનો નોંધાયેલ હતો.

પકડાયેલા આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ કડી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. સમગ્ર કામગીરીમાં PSI કે.જી.ચૌધરી સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande