સબોસણના ડૉ. હાર્દિક પ્રજાપતિને રાજ્યપાલના હસ્તે Ph.D. પદવી એનાયત
મહેસાણા, 11 એપ્રિલ (હિ.સ.) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે યોજાયેલા પ્રથમ દીક્ષાંત સમારોહમાં સબોસણ ગામના ડૉ. હાર્દિક રૂપાભાઈ પ્રજાપતિને મહામહિમ રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ડોક્ટરેટ (Ph.D.) ની પદવી એનાયત કરવામા
સબોસણના ડૉ. હાર્દિક પ્રજાપતિને રાજ્યપાલના હસ્તે Ph.D. પદવી એનાયત


મહેસાણા, 11 એપ્રિલ (હિ.સ.) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે યોજાયેલા પ્રથમ દીક્ષાંત સમારોહમાં સબોસણ ગામના ડૉ. હાર્દિક રૂપાભાઈ પ્રજાપતિને મહામહિમ રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ડોક્ટરેટ (Ph.D.) ની પદવી એનાયત કરવામાં આવી હતી.

આ ભવ્ય સમારોહમાં ઈસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ દેસાઈ, પાટણ જિલ્લા કલેક્ટર તુષારકુમાર ભટ્ટ, કુલપતિ પ્રો. કે.સી. પોરિયા સહિત અનેક શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા.

ડૉ. હાર્દિક પ્રજાપતિએ ‘અનુઆધુનિક ગુજરાતી ટૂંકીવાર્તામાં પ્રયુક્તિઓનો વિનિયોગ : એક અભ્યાસ’ વિષય પર તેમના માર્ગદર્શક ડૉ. ભરત સોલંકીના માર્ગદર્શન હેઠળ સંશોધન પૂર્ણ કર્યું હતું. તેમના આ શૈક્ષણિક સિદ્ધિથી સબોસણ ગામ અને સમગ્ર વિસ્તારમાં ગર્વની લાગણી પ્રસરી છે.

ખાસ વાત એ છે કે, ડૉ. હાર્દિકનો પરિવાર પરંપરાગત માટીકામ સાથે સંકળાયેલ છે. માતા-પિતાના પરિશ્રમ અને સંઘર્ષથી તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવી આ સિદ્ધિ હાંસલ કરી છે.

આ પ્રસંગે ગ્રામજનો અને સમાજના લોકો દ્વારા ડૉ. હાર્દિકને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમની સફળતા યુવાનો માટે પ્રેરણારૂપ બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande