જોટાણા તાલુકા પંચાયત કચેરીએ ઉમેદવારો સાથે સાંસદ હરિભાઈ પટેલે નામાંકન ફોર્મ ભર્યા
મહેસાણા, 11 એપ્રિલ (હિ.સ.) આજરોજ જોટાણા તાલુકા પંચાયત કચેરી ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. સૂરજ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર તેમજ જોટાણા તાલુકા પંચાયતના વિવિધ વોર્ડના ઉમેદવારો સાથે મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટે
જોટાણા તાલુકા પંચાયત કચેરીએ ઉમેદવારો સાથે સાંસદ હરિભાઈ પટેલે નામાંકન ફોર્મ ભર્યા


મહેસાણા, 11 એપ્રિલ (હિ.સ.) આજરોજ જોટાણા તાલુકા પંચાયત કચેરી ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. સૂરજ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર તેમજ જોટાણા તાલુકા પંચાયતના વિવિધ વોર્ડના ઉમેદવારો સાથે મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ ઉપસ્થિત રહી નામાંકન ફોર્મ ભરવાની પ્રક્રિયામાં જોડાયા હતા.

ઉમેદવારો મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં ઉત્સાહભેર વાતાવરણ વચ્ચે નામાંકન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદ હરિભાઈ પટેલે ઉમેદવારોને શુભેચ્છા પાઠવી અને ચૂંટણીમાં જનસમર્થન મેળવી વિકાસના મુદ્દાઓને આગળ ધપાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વિકાસનું મૂળ છે અને તળિયાના સ્તરે મજબૂત નેતૃત્વ જરૂરી છે. ઉમેદવારો પણ લોકહિતના મુદ્દાઓ સાથે ચૂંટણી લડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ બંદોબસ્ત પણ તૈનાત રાખવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande