



- કીશનાડ પાલેજ તાલુકા પંચાયતની બેઠક ઉપર એકેય પક્ષને ઉમેદવાર જ ના મળ્યા
પક્ષ કે અપક્ષ અથવા અન્ય કોઈ ઉમેદવારે ગામ સમસ્ત સંગઠન હોય ફોર્મ નહીં ભરતા ખાતું ખોલાવ્યું
ચૂંટણી પૂર્વે જ મળેલી આ જીત સ્થાનિક સ્તરે ભાજપની મજબૂત પકડ અને વિશ્વાસ દર્શાવે છે
ભરૂચ 11 એપ્રિલ (હિ.સ.)
ભરૂચ તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓ પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીએ મજબૂત પ્રારંભ કર્યો છે. તાલુકા પંચાયતની મહત્વની ગણાતી પાલેજ-2 બેઠક પર ભાજપના ઉમેદવાર ચારુલબેન કુણાલ પટેલ સામે કોઈપણ પક્ષના ઉમેદવારે ફોર્મ નહીં ભરતા બિનહરીફ ચૂંટાઈ આવતા પક્ષમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
બિનહરીફ વરણી પાલેજ-2 બેઠક પર ચારુલબેન પટેલની સામે અન્ય કોઈ પણ ઉમેદવારે ફોર્મ ન ભરતા તેઓને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
કિશનાડ ગામનો ફાળો કિશનાડ ગામ તરફથી આ બેઠક ભાજપને સમર્પિત કરવામાં આવતા આ વિજય શક્ય બન્યો છે.
લોકપ્રિયતાનું પ્રતીક ચૂંટણી પૂર્વે જ મળેલી આ જીત સ્થાનિક સ્તરે ભાજપની મજબૂત પકડ અને લોકોના વિશ્વાસને દર્શાવે છે.
ભરૂચ તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાની સાથે જ રાજકીય ગરમાવો તેજ થયો હતો. જોકે, પાલેજ-2 બેઠક પર પરિસ્થિતિ તદ્દન અલગ જોવા મળી હતી. આ બેઠક પર ભાજપ દ્વારા કિશનાડના ચારુલબેન કુણાલ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ મુદત સુધી તેમની સામે એક પણ હરીફ ઉમેદવાર મેદાનમાં ન આવતા, તેઓની બિનહરીફ વરણીનો માર્ગ મોકળો થયો હતો.
આ જીત બદલ મતવિસ્તારના રહીશો અને પક્ષના કાર્યકરોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. કિશનાડ ગામે એકસૂત્રતા દાખવી ભાજપના ઉમેદવારને બિનહરીફ વિજયી બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
ચારુલબેન પટેલની આ ભવ્ય અને બિનહરીફ જીત બદલ ભરૂચ જિલ્લા ભાજપના હેતલ પટેલ,જીગ્નેશ પટેલ સહિતના હોદ્દેદારો, ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનોએ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. આ જીત આવનારા દિવસોમાં તાલુકા પંચાયતની અન્ય બેઠકો પર પણ સકારાત્મક અસર પાડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ