જામનગરમાં બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પરશુરામ એવોર્ડ સમારોહ યોજાશે
જામનગર, 11 એપ્રિલ (હિ.સ.) : સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ, જામનગર દ્વારા ભૂદેવોના આરાધ્ય દેવ ચિરંજીવી ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિર્મિત્તે પરશુરામ એવોર્ડ-2026 તેમજ ભગવાન શ્રી પરશુરામજીનું વેદોક્ત પૂજન અને પરશુ દીક્ષા તેમજ મહાપ્રસાદનું આયોજન ક
ભગવાન પરશુરામ


જામનગર, 11 એપ્રિલ (હિ.સ.) : સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ, જામનગર દ્વારા ભૂદેવોના આરાધ્ય દેવ ચિરંજીવી ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિર્મિત્તે પરશુરામ એવોર્ડ-2026 તેમજ ભગવાન શ્રી પરશુરામજીનું વેદોક્ત પૂજન અને પરશુ દીક્ષા તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. 12-4-2026 (રવિવાર), મા-બાપને ભૂલશો નહિં નાટ્યોત્સવ સાંજે 4 કલાકે, પરશુરામ એવોર્ડ સાંજે 5 કલાકે, અલ્પાહાર રાત્રે 8 કલાકે કુંવરબાઈ જૈન ધર્મશાળા, પવનચક્કી પાસે, ન્યુ જેલ રોડ, જામનગરમાં કાર્યક્રમ યોજાયો છે તેમજ તા. 19-4-2026, રવિવારે ભગવાન શ્રી પરશુરામજીનું વેદોક્ત પૂજન સવારે 9 કલાકે, પરશુ દીક્ષા સવારે 10 કલાકે અને મહાપ્રસાદ બપોરે 12-30 કલાકે ગીતા મંદિર, પાર્ક કોલોની, પારસ સોસાયટી, જામનગરમાં રાખવામાં આવ્યો છે.

આ કાર્યક્રમની સફળતા માટે કેતનભાઈ ભટ્ટ (મેનેજીંગ ટ્રસ્ટી), ટ્રસ્ટીઓ જયદિપભાઈ રાવલ, સુનિલભાઈ જોષી, સિમિતભાઈ રાવલ, મહેશભાઈ રાવલ, કિરીટભાઈ ઠાકર-શહેર પ્રમુખ વિરલભાઈ ત્રિવેદી, શહેર યુવા પ્રમુખ અર્ચનાબેન જોષી, જિલ્લા મહિલા પ્રમુખ અને મનિષાબેન જોષી, શહેર મહિલા પ્રમુખ જહેમત ઊઠાવી રહ્યાછે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande