ચંદ્રુમાણા ગામે લીમડી ચોક ખાતે શ્રી ખોડીયાર માતાજીની રમેલે ભક્તોમાં ભક્તિ અને સદાચારનો સંદેશ આપ્યો
પાટણ, 11 એપ્રિલ (હિ.સ.)પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે લીમડી ચોક ખાતે માસ્તરભાના મેઢા પાસે ચૈત્ર માસ નિમિત્તે શુક્રવારે રાત્રે શ્રી ખોડીયાર માતાજીની રમેલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં દેવી ઉપાસકોએ ધૂણ લગાવી માતાજ
ચંદ્રુમાણા ગામે લીમડી ચોક ખાતે શ્રી ખોડીયાર માતાજીની રમેલે ભક્તોમાં ભક્તિ અને સદાચારનો સંદેશ આપ્યો


પાટણ, 11 એપ્રિલ (હિ.સ.)પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે લીમડી ચોક ખાતે માસ્તરભાના મેઢા પાસે ચૈત્ર માસ નિમિત્તે શુક્રવારે રાત્રે શ્રી ખોડીયાર માતાજીની રમેલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં દેવી ઉપાસકોએ ધૂણ લગાવી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ગામના વાળંદ પરિવારના બાબુભાઈ કાંતિભાઈ નાયી યજમાન પદે રહ્યા હતા.

આ કાર્યક્રમમાં નાયી સમાજના બચુભાઈ અમથાભાઈ, ગોવિંદભાઈ મોહનભાઈ, કુલદીપભાઈ જયંતીભાઈ તેમજ ગામના દિનેશભાઈ ખટાણા, ભોગીલાલ પ્રજાપતિ, કાંતિભાઈ દરજી, જયંતીજી ઠાકોર સહિત અનેક ઉપાસકો હાજર રહ્યા હતા. ઉપરાંત બહારગામથી પણ શક્તિ ઉપાસકો ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ આપ્યા હતા.

સમીના તારોરાથી આવેલા એક શક્તિ ઉપાસકે ભક્તોને સદાચારપૂર્ણ જીવન જીવવા, કોઈનું પણ ખરાબ ન કરવા અને ખોટા માર્ગે ન જવા માટે પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે ઉપાસકોને કામળી ઓઢાડી ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande