ચારધામ યાત્રા 2026:14.5 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ, કેદારનાથ ધામ સૌથી આગળ
દેહરાદૂન,નવી દિલ્હી, 11 એપ્રિલ (હિ.સ.) ઉત્તરાખંડમાં ભક્તો આગામી ચાર ધામ યાત્રા-2026ને લઈને ઉત્સાહિત છે. ચાર ધામ અને હેમકુંડ સાહિબ યાત્રા માટે અત્યાર સુધીમાં કુલ 14,54,897 યાત્રાળુઓએ, નોંધણી કરાવી છે. આમાંથી સૌથી વધુ નોંધણ
ચારધામ


દેહરાદૂન,નવી દિલ્હી, 11 એપ્રિલ (હિ.સ.)

ઉત્તરાખંડમાં ભક્તો આગામી ચાર ધામ યાત્રા-2026ને લઈને ઉત્સાહિત છે. ચાર ધામ અને હેમકુંડ સાહિબ યાત્રા

માટે અત્યાર સુધીમાં કુલ 14,54,897 યાત્રાળુઓએ,

નોંધણી કરાવી છે. આમાંથી સૌથી વધુ નોંધણી કેદારનાથ ધામ માટે નોંધવામાં આવી છે.

પ્રવાસન વિભાગના જણાવ્યા અનુસાર,”શુક્રવારે સાંજે 5 વાગ્યા સુધી 4,95,173 યાત્રાળુઓએ

કેદારનાથ માટે નોંધણી કરાવી છે. તે પછી બદ્રીનાથમાં 429,416, ગંગોત્રીમાં 262,485 અને

યમુનોત્રીમાં 255,609 નોંધણીઓ છે.

અત્યાર સુધીમાં 12,214 યાત્રાળુઓએ

હેમકુંડ સાહિબ માટે નોંધણી કરાવી છે.”

રાજ્યમાં હરિદ્વાર, ઋષિકેશ, નયાગાંવ, હર્બર્ટપુર અને ઋષિકેશ ટ્રાન્ઝિટ કેમ્પ ખાતેના વિવિધ ઓફલાઇન

નોંધણી કેન્દ્રો પર આજે કોઈ નવી નોંધણી નોંધવામાં આવી ન હતી. જોકે, ઓફલાઇન નોંધણી 17 એપ્રિલથી શરૂ

થશે, જ્યારે ઓનલાઇન

નોંધણી સતત 6 માર્ચથી ચાલી

રહી છે.

યાત્રા કાર્યક્રમ અનુસાર ગંગોત્રી અને યમુનોત્રી ધામના

પ્રવેશદ્વાર 19 એપ્રિલે

ખોલવામાં આવશે. આ પછી કેદારનાથ ધામના દ્વાર 22 એપ્રિલે ખુલશે, જ્યારે બદ્રીનાથ ધામના દ્વાર 23 એપ્રિલે ભક્તો

માટે ખોલવામાં આવશે.

રાજ્ય સરકાર અને પ્રવાસન વિભાગ મુસાફરીની વ્યવસ્થાને સરળ, સલામત અને ભક્તો

માટે અનુકૂળ બનાવવા માટે તૈયારી કરી રહ્યા છે. યાત્રા માર્ગો, આરોગ્ય સેવાઓ, સુરક્ષા

વ્યવસ્થાઓ અને નોંધણી પ્રણાલીઓને મજબૂત બનાવવામાં આવી રહી છે, જેથી દેશ-વિદેશથી

આવતા યાત્રાળુઓને વધુ સારી સુવિધાઓ મળી શકે.

ભક્તો સત્તાવાર વેબસાઇટ registrationandtouristcare.uk.gov.in, Tourist Care Uttarakhand મોબાઇલ એપ્લિકેશન અને હેલ્પલાઈન નંબર 1364 અને 0135-3520100 દ્વારા, નોંધણી

કરાવી શકે છે. કેદારનાથ અને હેમકુંડ સાહિબ માટે હેલી સર્વિસ ટિકિટ પણ,

આઈઆરસીટીસીની સત્તાવાર વેબસાઇટ દ્વારા બુક કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર/રાજેશ કુમાર પાંડે/સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande