


અંબાજી, 11 એપ્રિલ (હિ.સ.) આગામી 26 એપ્રિલે બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે જેને લઇ દાંતા તાલુકામાં તાલુકા પંચાયત ની 20 અને જિલ્લા પંચાયત ની 04 બેઠકો માટે ની ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા આજે પૂર્ણ કરવામાં આવી છે જેને લઈ આજે સવાર થી દાંતા મામલતદાર અને ટીડીઓ ઓફિસ ખાતે ઉમેદવારો સહિત ટેકેદારો નો ભારે ઘસારો જોવા મળ્યો હતો દાંતા તાલુકાની તાલુકા પંચાયત માટે 20 સીટો ને લઈ કુલ 87 ઉમેદવારો ના ફોર્મ ભરાયા હતા જ્યારે દાંતા તાલુકા માં જિલ્લા પંચાયત ની 04 બેઠક માટે 19 ફોર્મ ભરવામાં આવ્યા છે જેમાં 10 તાલુકા પંચાયત ની બેઠક માટે ની ફોર્મ ભરવાની પ્રક્રિયા મામલતદાર કચેરી ખાતે અને 10 તાલુકા પંચાયત ની બેઠક માટે ની પ્રક્રિયા ટીડીઓ ઓફિસ ખાતે હાથ ધરવામાં આવી હતી અને જિલ્લા પંચાયત ની બેઠકો માટે પ્રાંત અધિકારી ની કચેરીએ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જોકે આ ભરાયેલા તમામ ઉમેદવારો ફોર્મ ની ચકાસણી 13 તારીખ સોમવારે હાથ ધરાશે જ્યારે ઉમેદવારી પરત ખેંચવા માટે 15 તારીખ નિયત કરવા માં આવી છે
ત્યાર બાદ આ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી નું મતદાન 26 એપ્રિલે હાથ ધરવા માં આવશે
જોકે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે આપ પાર્ટી ના મહિલા ઉમેદવાર એ આક્રોશ સાથે ધરણા ધરવાની ચીમકી ઉચ્ચારી છે તેમણે જણાવ્યુ હતું કે મારો મતદાર ઓળખ પત્ર સહિત ના તમામ ડોક્યુમેન્ટ હોવા છતાં મતદાર યાદી માંથી નામ ગાયબ થતા શંકા કુ શંકા ના આક્ષેપ કર્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ