
વાપી , 11 એપ્રિલ (હિ.સ.) વાપીમાં દમણ ગંગા ડેમ બ્રિજ પાસે નેશનલ હાઇવે પર શનિવારે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ પાછળથી આવી રહેલા ઝડપી ટ્રકે કારને જોરદાર ટક્કર મારી હતી।
અકસમાત સમયે કારમાં ત્રણ લોકો સવાર હતા। ટક્કર બાદ કાર અનિયંત્રિત બની ડિવાઇડર સાથે જઈ અથડાઈ હતી, જેના કારણે કારને ભારે નુકસાન પહોંચ્યું હતું।
તેથી સદનસીબે આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય લોકોને કોઈ ઈજા પહોંચી નથી અને તેઓ સુરક્ષિત બચી ગયા છે। ઘટનાના પગલે સ્થળ પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી।
અકસમાતને કારણે થોડા સમય માટે નેશનલ હાઇવે પર ટ્રાફિક અસરગ્રસ્ત રહ્યો હતો અને વાહનોની લાઈનો લાગી ગઈ હતી। જાણ થતાં જ ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી અને નુકસાનગ્રસ્ત વાહનોને હટાવી ટ્રાફિક ફરી શરૂ કરાવ્યો હતો।
પ્રાથમિક તપાસ મુજબ અકસ્માતનું કારણ ટ્રક ચાલકની બેદરકારી અને વધુ ઝડપ હોવાનું માનવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha