
પોરબંદર, 11 એપ્રિલ (હિ.સ.) : પોરબંદરના કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બાવરાવદરના પાટિયા પાસે ગત તા.10 એપ્રિલના રોજ મારુતિ કાર ચલાવતા એક ચાલકે પૂર ઝડપે કાર ચલાવી અકાસ્મત સજર્જ્યો હતો જેમાં મંજુલાબેન પરમાર નામના 53 વર્ષીય મહિલાને હડફેટે લેતા તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે મંજુલાબેન પરમારના પુત્ર ઉદય પરમારે કુતિયાણા પોલીસ મથકમાં સુરતના કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya