ગણેશ સુગરમાં કસ્ટોડિયન કમિટી બદલાતા વાલિયા તાલુકાના સહકારી ક્ષેત્રમાં નવા પ્રાણ ફૂંકાયા
- સંસ્થાના વહીવટમાં અનુભવ અને યુવાશક્તિનો સમન્વય ખેડૂતોમાં ભારે ઉત્સાહ - અગાવની કસ્ટોડિયન કમિટી શેરડીના ભાવ આપવામાં અને શેરડી પિલાણમાં નિષ્ફળ રહી હતી - સભાસદોની માંગ હતી અનુભવી અને ખેડૂતોનો વિશ્વાસ સંપાદન કરી શકે તેવા સભ્યોની નિમણૂક થાય ભરૂચ, 1
ગણેશ સુગરમાં કસ્ટોડિયન કમિટી બદલાતા વાલિયા તાલુકાના સહકારી ક્ષેત્રમાં નવા પ્રાણ ફૂંકાયા


ગણેશ સુગરમાં કસ્ટોડિયન કમિટી બદલાતા વાલિયા તાલુકાના સહકારી ક્ષેત્રમાં નવા પ્રાણ ફૂંકાયા


- સંસ્થાના વહીવટમાં અનુભવ અને યુવાશક્તિનો સમન્વય ખેડૂતોમાં ભારે ઉત્સાહ

- અગાવની કસ્ટોડિયન કમિટી શેરડીના ભાવ આપવામાં અને શેરડી પિલાણમાં નિષ્ફળ રહી હતી

- સભાસદોની માંગ હતી અનુભવી અને ખેડૂતોનો વિશ્વાસ સંપાદન કરી શકે તેવા સભ્યોની નિમણૂક થાય

ભરૂચ, 11 એપ્રિલ (હિ.સ.) : વટારીયા શ્રી ગણેશ સુગરમાં હાલમાં જ સરકારે નવી કસ્ટોડિયન કમિટીમાં સાત જેટલા નવા ધુરંધરોની નિમણૂક કરતા ખેડૂત સભાસદો આનંદની લાગણી અનુભવી રહ્યા છે. અગાવ સરકારે કસ્ટોડિયન અધિકારી તરીકે પરેશ કણકોટીયાની નિમણૂક કરી હતી ત્યારે તેમણે સારો વહીવટ કર્યો હતો. પછી કસ્ટોડિયન કમિટી સભ્યોને જવાબદારી આપતા ઘણો અસંતોષ ખેડૂત સભાસદોમાં જોવા મળતો હતો જેની ધારદાર રજૂઆતોના અંતે નવી કસ્ટોડિયન કમિટીમાં સાત જેટલા અનુભવીની નિમણૂક કરતા હવે ગણેશ સુગર બચશે તેવી લોકોમાં આશા બંધાય છે.

વાલિયા તાલુકાના વટારીયાની પ્રતિષ્ઠિત શ્રી ગણેશ સુગર સહકારી સંસ્થાના વહીવટમાં તાજેતરમાં નવી કસ્ટોડિયન કમિટીની મોટી જવાબદારીઑ સોંપવામાં આવતા સમગ્ર પંથકમાં આનંદની લહેર ફેલાઈ ગઈ છે. સંસ્થાના સુકાની તરીકે યોગેન્દ્રસિંહ મહીડા, ચંદન વસાવા, હેતલ પટેલ,નિપુલ પટેલ, ધર્મેન્દ્રસિંહ પરમાર, મુકેશ પટેલ , મહેન્દ્ર વસાવા અને જૂનામાં મહેન્દ્રસિંહ મહિડા તેમજ જીતેન્દ્રસિંહ જાદવની કસ્ટોડિયન કમિટી સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે. એકસાથે આ સાત કર્મઠ આગેવાનોને સંસ્થાના વહીવટની મહત્વની જવાબદારી સોંપાતા તેને તાલુકા માટે ગૌરવ સમાન ગણવામાં આવી રહ્યું છે.

સંસ્થામાં જોડાયેલા જૂના સભ્યોના બહોળા અનુભવ અને તેમની કાર્યશૈલીથી ખેડૂત સભાસદો પહેલેથી જ પરિચિત છે. તેમની દીર્ઘદ્રષ્ટિનો લાભ સંસ્થાને મળતો રહ્યો છે. ત્યારે હવે નવા સભ્યોના આગમનથી ખેડૂતો અને સભાસદોમાં નવી આશાઓ જાગી છે. યુવા લોહી અને અનુભવી માર્ગદર્શકોની આ ટીમ સંસ્થાને નવી ઊંચાઈએ લઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

નવનિયુક્ત હોદ્દેદારો પાસે ખેડૂત સભાસદોને ઘણી અપેક્ષાઓ છે. ખાસ કરીને વિકાસનો નવો માર્ગ: સંસ્થા આધુનિક પદ્ધતિઓ અપનાવી વિકાસના નવા માર્ગ પર આગળ વધે.

ખેડૂતલક્ષી નિર્ણયો: કૃષિ અને ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ અને કલ્યાણકારી નિર્ણયો લેવામાં આવે.

પારદર્શક વહીવટ: વહીવટી પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બને તેવી સભાસદોની લાગણી છે.

આ નિમણૂકને વધાવતા તાલુકાના અગ્રણીઓ અને ખેડૂત સંગઠનોએ આશા વ્યક્ત કરી છે કે, આ નવી ટીમ હેઠળ સંસ્થા માત્ર આર્થિક રીતે જ મજબૂત નહીં બને, પરંતુ ખેડૂતોના સાચા સાથીદાર તરીકે ઉભરી આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande