


પોરબંદર, 11 એપ્રિલ (હિ.સ.) : સ્થાનિક સ્વરાજયની ચુંટણીમા આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી સરકારી કચેરી ખાતે ફોર્મ ભરવા માટે ઉમેદવારોની ભારે ભીડ જોવા મળી હતી. રાજકીય પક્ષો દ્રારા અંતિમ ઘડી સુધી યાદી જાહેર કરી ન હતી જેને પગલે આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારો ફોર્મ ભરવા માટે ઉમટી પડતા ભારે ભીડ જોવા મળી હતી. ભાજપ દ્રારા ગઈકાલે સાંજે યાદી જાહેર કરવામા આવી હતી તેમની યાદી જાહેર થવાની રાહમા રાજકીય ગણિતના ભાગરૂપે અન્ય પક્ષો પણ અંતિમ દિવસે ફોર્મ ભરવાનો નિર્ણય કર્યો હોવાની કહેવાય છે. ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપરાંત અપક્ષ પણ ફોર્મ ભરવા પણ ઉમેદવારી ફોર્મ ભરવા માટે આવી પહોચ્યા હતા આજ સાંજ સુધીમા કેટલા ફોર્મ ભરાયા તેનુ ચિત્ર સ્પષ્ટ થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya