પોરબંદરના રાતડી ગામે ટ્રક માંથી પડી જતા યુવાનનું મોત
પોરબંદર, 11 એપ્રિલ (હિ.સ.) : પોરબંદરના રાતડી ગામના વાડી વિસ્તારમાં અરભમભાઈ અરશીભાઈ કેશવાલાના ખેતરે ગઈ કાલે બટુકભાઈ કેશવભાઈ પરમાર અને તેમનો દીકરો રમેશ કામ કરી રહ્યા હતા ત્યારે બટુકભાઈને તરસ લગતા તેઓ પાણી પીવા ગયા ત્યારે પાછળથી રમેશ પરમારને ટ્રેકટર ચ
પોરબંદરના રાતડી ગામે ટ્રક માંથી પડી જતા યુવાનનું મોત


પોરબંદર, 11 એપ્રિલ (હિ.સ.) : પોરબંદરના રાતડી ગામના વાડી વિસ્તારમાં અરભમભાઈ અરશીભાઈ કેશવાલાના ખેતરે ગઈ કાલે બટુકભાઈ કેશવભાઈ પરમાર અને તેમનો દીકરો રમેશ કામ કરી રહ્યા હતા ત્યારે બટુકભાઈને તરસ લગતા તેઓ પાણી પીવા ગયા ત્યારે પાછળથી રમેશ પરમારને ટ્રેકટર ચલાવતા ન આવડતું હોવા છતાં ટ્રેકટર ચાલુ કરતા અકસ્માતે પડી ગયો હતો. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. હાલ આ મામલે મિયાણી મરીન પોલીસે આકસ્મિક મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande