IPL મેચ પર ઓનલાઇન, ક્રિકેટ સટ્ટો રમતા શખ્સ ઝડપી પાડાયો – LCBની ત્વરિત કાર્યવાહી
કચ્છ, 12 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં જુગાર પ્રવૃત્તિઓ પર કાબૂ મેળવવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં પશ્ચિમ કચ્છ ભુજની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સને ઝડપી પા
Satta


કચ્છ, 12 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં જુગાર પ્રવૃત્તિઓ પર કાબૂ મેળવવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં પશ્ચિમ કચ્છ ભુજની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન હેઠળ તથા પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષકના નિર્દેશ મુજબ LCBની ટીમ જુગાર અને સટ્ટાબાજી સામે ખાસ અભિયાન ચલાવી રહી હતી. દરમિયાન પેટ્રોલિંગ દરમ્યાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક વ્યક્તિ IPL-2026ની મેચ પર ઓનલાઇન સટ્ટો ચલાવી રહ્યો છે.

બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરતાં LCBની ટીમે ભુજ તાલુકાના બી.કે.ટી. ગેટ નં. 4 પાસે દરોડો પાડ્યો હતો. જ્યાં આરોપી પોતાના મોબાઇલ ફોન દ્વારા એક ઓનલાઈન વેબસાઈટ મારફતે સટ્ટાબાજી કરતો ઝડપાઈ ગયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે ચાલી રહેલી IPL મેચ પર પૈસાની હારજીતનો સટ્ટો રમી રહ્યો હતો.

પકડાયેલા આરોપી તરીકે અલીઅકબર આમદરા શેખ (ઉંમર ૩૪, નિવાસી જુના કનૈયાબે, ભુજ) ની ઓળખ કરવામાં આવી છે. જ્યારે સટ્ટાબાજી માટે ID ઉપલબ્ધ કરાવનાર અન્ય એક શખ્સ હાલ ફરાર છે, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ કાર્યવાહી દરમ્યાન પોલીસ દ્વારા આરોપી પાસેથી એક મોબાઇલ ફોન અને એક એક્સેસ સ્કૂટર સહિત કુલ અંદાજે રૂ. ૩૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ મામલે પધ્ધર પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande