કચ્છમાં દારૂના ગેરકાયદેસર ધંધા સામે, કડક કાર્યવાહી: પાસા હેઠળ આરોપીને સુરત જેલમાં ખસેડાયો
કચ્છ, 12 એપ્રિલ (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે પોલીસ દ્વારા વધુ એક સખત પગલું ભરવામાં આવ્યું છે. સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB) ભુજ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂના ગેરકાયદેસર વેચાણમાં સંકળાયેલા આરોપી સ
Pasa


કચ્છ, 12 એપ્રિલ (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે પોલીસ દ્વારા વધુ એક સખત પગલું ભરવામાં આવ્યું છે. સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB) ભુજ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂના ગેરકાયદેસર વેચાણમાં સંકળાયેલા આરોપી સામે પાસા (PASA) કાયદા હેઠળ કાર્યવાહી કરી તેને લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે ખસેડવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, માડવી તાલુકાના ત્રગડી ગામે રહેતો રામદેવસિંહ ઉર્ફે રોહિતસિંહ કેશુભા જાડેજા લાંબા સમયથી દારૂના ગેરકાયદેસર વેપારમાં સક્રિય હતો. તેની વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હતા, છતાં તે પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખતો હતો, જેનાથી સ્થાનિક શાંતિ અને કાયદો-વ્યવસ્થાને જોખમ ઊભું થયું હતું.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલેક્ટરના સહકારથી પાસા હેઠળ અટકાયત માટે, પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જિલ્લા મેજિસ્ટ્રેટે આ પ્રસ્તાવને મંજૂરી આપતાં આરોપીની અટકાયતનો આદેશ આપ્યો.

આદેશ મુજબ, એલસીબીની ટીમે ઝડપી કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડ્યો અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને તેને સુરતની લાજપોર જેલમાં ખસેડવામાં આવ્યો છે.

તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી સામે માંડવી મરીન પોલીસ સ્ટેશન સહિત વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુજરાત નશાબંધી અધિનિયમ હેઠળ અનેક ગુનાઓ નોંધાયેલા છે. તે છતાં આરોપી સુધરવાનો પ્રયત્ન ન કરતાં પોલીસને કડક પગલાં લેવા પડ્યા.

આ સમગ્ર કાર્યવાહી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. તેમજ ASI અને પોલીસ સ્ટાફની ટીમે આરોપીને પકડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande