
પોરબંદર, 15 એપ્રિલ (હિ.સ.)રિલાયન્સ પેટ્રોલપંપ પાછળના એક મકાનમાંથી 72 બોટલ દારૂ ઝડપાયો. આરોપી ઘરે હાજર ન મળી આવતા શોધખોળ હાથ ધરી છે. પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓને બોખીરામા આવેલા રિલાયન્સ પેટ્રોલપંપ પાછળના એક રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી.
જે બાતમીના આધારે પોલીસે મકાન પર દરોડો પાડતા 93 હજારની કિંમતની 72 જેટલી બોટલ મળી આવી હતી. મકાન માલિક રાજનભાઈ રામભાઈ ગોરાણીયા ઘરે હાજર મળી આવ્યો ન હોવાથી ઉદ્યોગનગર પોલીસે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya