
પોરબંદર, 15 એપ્રિલ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ગામના ભાવવિસંહ પીઠાભાઈ ચુડાસમાએ માધવપુર પોલીસ સ્ટેશનમાં જણાવ્યા મુજબ તેઓ કોડીનાર અને પોરબંદરના ખલાસીઓ સાથે માછીમારી કરતા હતા ત્યારે ગત તા. 7 એપ્રિલના રોજ તેમન કાકા નાનાભાઈ ભગવાનભાઈ ચુડાસમા અકસ્માતે દરિયામાં ડૂબી ગયા હતા. જેથી તેમનું મોત નીપજ્યું હતું. હાલ આ મામલે માધવપુર પોલીસે આકસ્મિક મોટ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya