બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિતે રેલી યોજાઈ.
પોરબંદર, 15 એપ્રિલ (હિ.સ.)ભારતના બંધારણના ઘડવૈયા, સામાજિક ન્યાયના પ્રણેતા અને ભારત રત્ન ડો. ભીમરાઓ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે પોરબંદરમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ પ્રસંગે પોરબંદર વોર્ડ નં
બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિતે રેલી યોજાઈ.


પોરબંદર, 15 એપ્રિલ (હિ.સ.)ભારતના બંધારણના ઘડવૈયા, સામાજિક ન્યાયના પ્રણેતા અને ભારત રત્ન ડો. ભીમરાઓ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે પોરબંદરમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

આ પ્રસંગે પોરબંદર વોર્ડ નં. 6 ના પૂર્વ કાઉન્સિલર અને ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના મહામંત્રી તેમજ વી.જે. મદ્રેસા સ્કૂલના ઓનરરી સેક્રેટરી ફારૂકભાઈ સુર્યા ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સહભાગી બન્યા અને શુભેચ્છાઓ પાઠવી હતી. ડૉ. બાબાસાહેબ આંબેડકરે પોતાના સમગ્ર જીવનને સમાજના પછાત, શોષિત અને વંચિત વર્ગોના અધિકારો માટે સમર્પિત કર્યું હતું. ભારતીય બંધારણ દ્વારા તેમણે દેશના દરેક નાગરિકને સમાન અધિકાર, ન્યાય અને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો મજબૂત આધાર આપ્યો છે. ડૉ. આંબેડકરના વિચારો આજે પણ અત્યંત પ્રાસંગિક છે અને આવનારી પેઢીઓને માર્ગદર્શન આપે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande