
પોરબંદર, 15 એપ્રિલ (હિ.સ.)કેરેલાના કોચી ખાતે ગત તા. 12 એપ્રિલના રોજ રાષ્ટ્રીય કક્ષાની સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર ખારવા સમાજના અને શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના સભ્ય આકાશ કોટીયાએ ભાગ લઇ 16.1 કી.મી.નું સ્વિમિંગ કરી પોતાની એઈજ કેટેગરીમાં દ્વિતીય ક્રમાંક હાંસલ કરી પોરબંદરનું, તેમના પરિવારનું નામ રોશન કર્યુ.
આકાશ કોટીયાએ આ અગાઉ 26 જાન્યુઆરીના રોજ મેંગ્લોર ખાતે યોજાયેલ નેશનલ સ્વિમિંગ કોમ્પિટિશનમાં 8 કિલોમીટરનું સ્વિમિંગ કરી પાંચમો ક્રમાંક અને ગોઆ ખાતે 28 માર્ચના રોજ યોજાયેલ નેશનલ ચેમ્પિયન શીપમાં ચોથો ક્રમાંક હાંસલ કરી મેડલ પ્રાપ્ત કર્યા હતા. આ ઉપરાંત આકાશ કોટીયાએ સ્ટેટ, નેશનલ અને 2 ઈન્ટરનેશનલ મેડલ હાંસલ કાર્ય છે. ત્યારે વધુ એક વખત મેડલ હાંસલ કરી પોરબંદરનું ગૌરવ વધાર્યું છે. તેમની આ સિદ્ધિ બદલ શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ, તેમના પરિવાર અને પોરબંદરવાસીઓએ શુભેચ્છાઓ પાઠવી છે. તેમજ બે ઈન્ટરનેશનલ મેડલ પર હાંસલ કરેલા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya