પોરબંદર મહાનગરપાલિકા દ્વારા, જાહેરમાં કચરો ફેંકનાર સામે દંડાત્મક કાર્યવાહી.
પોરબંદર, 15 એપ્રિલ (હિ.સ.)પોરબંદર શહેરમાં મહાનગરપાલિકાના સેનીટેશન વિભાગ દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમિત ચેકિંગ અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે જેથી જાહેર સ્વચ્છતા જળ
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં કચરો ફેંકનાર સામે દંડાત્મક કાર્યવાહી.


પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં કચરો ફેંકનાર સામે દંડાત્મક કાર્યવાહી.


પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં કચરો ફેંકનાર સામે દંડાત્મક કાર્યવાહી.


પોરબંદર, 15 એપ્રિલ (હિ.સ.)પોરબંદર શહેરમાં મહાનગરપાલિકાના સેનીટેશન વિભાગ દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમિત ચેકિંગ અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે જેથી જાહેર સ્વચ્છતા જળવાઈ રહે અને નાગરિકોમાં જાગૃતિ વધે. આ જ અનુસંધાને વોર્ડ નંબર 3 વિસ્તારમાં સ્વચ્છતા અંગેની કામગીરી અંતર્ગત નિયમિત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ચેકિંગ દરમિયાન સુઝુકી શોરૂમ પાસે આવેલ સર્વિસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જાહેર માર્ગ પર પ્લાસ્ટિક કચરો ફેંકવામાં આવ્યો હોવાનો જણાયું હતું, જે સ્વચ્છતા નિયમોનું ઉલ્લંઘન ગણાય છે. આ બાબતને ગંભીરતાથી લઈ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સંબંધિત શોરૂમ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે અને રૂપિયા 2000/- નો દંડ ફટકારવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના તંત્ર દ્વારા જણાવ્યું હતું કે, શહેરની સ્વચ્છતા બાબતે કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા તમામ વેપારીઓ અને નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, તેઓ જાહેર સ્થળોએ કચરો ન ફેંકે અને શહેરની સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપે. સ્વચ્છતા જાળવવી દરેક નાગરિકની સંયુક્ત જવાબદારી છે. મહાનગરપાલિકાએ વધુમાં જણાવ્યું છે કે, નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે આવનારા સમયમાં પણ કાર્યવાહી કરવામાં આવશે અને આ પ્રકારની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande