
વાપી , 15 એપ્રિલ (હિ.સ.) વાપી મહાનગરપાલિકાની ચાલી રહેલી ચૂંટણીમાં વોર્ડ નંબર 7માંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધરમભાઈ પટેલ બિનહરીફ વિજયી જાહેર થતાં ભાજપમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે. વિરોધ પક્ષના કોઈપણ ઉમેદવાર દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી ન હોવાથી ધરમભાઈ પટેલ નિર્વિવાદ રીતે વિજેતા જાહેર થયા છે.
ધરમભાઈ પટેલના બિનહરીફ વિજય સાથે ભાજપે, મહાનગરપાલિકા ચૂંટણીમાં મજબૂત શરૂઆત કરી છે.પક્ષના કાર્યકર્તાઓ અને આગેવાનોમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે અને આ જીતને ભાજપ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહી છે.
સ્થાનિક ભાજપ નેતાઓએ જણાવ્યું હતું કે, આ વિજય વિકાસના મુદ્દાઓ પર જનતાના વિશ્વાસનું પ્રતિબિંબ છે. ધરમભાઈ પટેલે પણ મતદારોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ વોર્ડના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે પ્રતિબદ્ધ રહેશે.
આ જીતને પગલે હવે અન્ય વોર્ડોમાં પણ ભાજપ માટે, જીતનો માર્ગ વધુ સરળ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha