અમરેલીમાં ભાજપનો “કાર્યકર્તા સંવાદ” કાર્યક્રમ યોજાયો, બૂથ સ્તરે વિજયનો સંકલ્પ
અમરેલી,15 એપ્રિલ (હિ.સ.) આજરોજ અમરેલી શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અમરેલી દ્વારા “કાર્યકર્તા સંવાદ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માનનીય પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જીએ કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. કાર્યક્રમમા
અમરેલીમાં ભાજપનો “કાર્યકર્તા સંવાદ” કાર્યક્રમ યોજાયો, બૂથ સ્તરે વિજયનો સંકલ્પ


અમરેલી,15 એપ્રિલ (હિ.સ.) આજરોજ અમરેલી શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અમરેલી દ્વારા “કાર્યકર્તા સંવાદ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માનનીય પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જીએ કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. કાર્યક્રમમાં મંત્રી કોશિક વેકારીયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

આ સંવાદ દરમિયાન પ્રદેશ અધ્યક્ષે પક્ષના કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું કે, ભાજપની શક્તિ તેના કાર્યકર્તાઓમાં વસે છે અને દરેક કાર્યકર્તા પક્ષનો મહત્વનો આધારસ્તંભ છે. તેમણે જનસેવા અને વિકાસના મંત્રને આગળ વધારવા માટે કાર્યકર્તાઓને સક્રિય રીતે જોડાવા આહ્વાન કર્યું હતું.

કાર્યક્રમમાં બૂથ સ્તરે મજબૂતી લાવવાનો વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. દરેક બૂથ પર ભાજપનો વિજય સુનિશ્ચિત કરવા માટે કાર્યકર્તાઓએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સાથે જ આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા માટે સંગઠિત પ્રયાસ કરવાની પણ અપીલ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમથી કાર્યકર્તાઓમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો, જે ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવવામાં સહાયક બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande