સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભાજપાની ચુંટણી પ્રચાર સામગ્રી અને સાહિત્યનું નિદર્શન
ગાંધીનગર, 15 એપ્રિલ (હિ.સ.) : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભાજપાની ચુંટણી પ્રચાર સામગ્રી અને સાહિત્યનું નિદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદેશ ભાજપાના મુખ્ય પ્રવકતા ડૉ. અનિલ પટેલે પત્રકાર પરિષદ સંબોધતા આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગ
ભાજપાની ચુંટણી પ્રચાર સામગ્રી અને સાહિત્ય


ગાંધીનગર, 15 એપ્રિલ (હિ.સ.) : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભાજપાની ચુંટણી પ્રચાર સામગ્રી અને સાહિત્યનું નિદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદેશ ભાજપાના મુખ્ય પ્રવકતા ડૉ. અનિલ પટેલે પત્રકાર પરિષદ સંબોધતા આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતભરમાં જનતા તરફથી ભારતીય જનતા પાર્ટીને વિશાળ જનસમર્થન મળી રહ્યું છે. વિકાસ, સુશાસન અને જનકલ્યાણના કાર્યોના આધારે જનતાના વિશ્વાસ સાથે ભાજપા ચૂંટણી પ્રચારમાં અગ્રેસર બની રહી છે. જનસમર્થન ભાજપને, જનસમર્થન વિકાસને સૂત્ર જનતાના મૂડ પરથી ચરિતાર્થ થતું જોવા મળી રહ્યું છે.

તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી ચુંટણી પ્રચાર પ્રસાર અંતર્ગત ડોર ટુ ડોર જનસંપર્ક, ડિજીટલ પ્રચાર તેમજ ગીત- સંગીત દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર તેમજ ભુપેન્દ્ર પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકારની લોકહિતની અને વિકાસની કામગીરી તથા જનકલ્યાણકારી યોજનાઓની માહિતી નાગરિકો સુધી પહોંચાડતી હોય છે. કુલ ત્રણ તબક્કામાં ચાલનારું ભાજપાનું પ્રચાર અભિયાન હાલ બીજા તબક્કામાં છે, પ્રથમ તબક્કો ઉમેદવારી ફોર્મ ભર્યા પૂર્વે પૂર્ણ થયો અને ત્રીજો તબક્કો મતદાન સુધી પૂર્ણ થશે.

આ વખતે પણ વિવિધ પ્રકારની ચુંટણી પ્રચાર સામગ્રી ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયાર કરાઈ છે જેમાં પ્રચાર સાહિત્ય પત્રિકા, યોજનાઓ અને વિકાસકાર્યોની માહિતી સાથેના બેનર સાથે કમળના નિશાન સાથેની નાના બાળકો માટેની વસ્તુઓથી લઈને મોટી ઉંમરના વ્યક્તિઓ ઉપયોગમાં લઇ શકે તેવી વૈવિધ્યસભર સામગ્રી તૈયાર કરવામાં આવી છે.

આ તમામ પ્રચાર પ્રસાર સાહિત્યને તમામ સ્થળોએ ભાજપાના પ્રચાર અભિયાનને વેગ આપવા માટે ઉપયોગમાં લેવાશે.

બુથ સ્તર સુધીની ભાજપાની મજબૂત સંગઠનશક્તિ સાથે ભાજપાનું ચૂંટણી અભિયાન પ્રભાવી રીતે ચાલી રહ્યું છે ત્યારે વિકાસકાર્યોના રિપોર્ટ કાર્ડના આધારે ગુજરાતની જનતા ફરી એક વખત ભાજપાને આશીર્વાદ આપશે તેવો ડૉ.અનિલ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રેસવાર્તામાં ચુંટણી પ્રચાર પ્રસાર વિભાગના ઇન્ચાર્જ અતુલ ભાવસાર અને પ્રદેશ સહ પ્રવકતા ઘનશ્યામ ગઢવી ઉપસ્થિત રહ્યાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande