
અમરેલી,15 એપ્રિલ (હિ.સ.)
અમરેલી શહેરના વોર્ડ નં. ૨ ના શક્તિકેન્દ્રના ઇન્ચાર્જ શ્રી અમિતભાઈ રાજપરાના નિવાસ્થાને માનનીય પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માજીએ સૌજન્ય મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સ્થાનિક કાર્યકર્તાઓમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુલાકાત દરમિયાન પ્રદેશ પ્રમુખે કાર્યકર્તાઓ સાથે નજીકથી સંવાદ સાધ્યો અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પક્ષની સાચી તાકાત કાર્યકર્તાઓમાં છે અને બૂથ સ્તરે મજબૂત માળખું ઊભું કરવાથી જ ચૂંટણીમાં સફળતા મેળવી શકાય છે. કાર્યકર્તાઓને સક્રિય રહીને જનસંપર્ક વધારવા અને લોકો સુધી સરકારની યોજનાઓ પહોંચાડવા અપીલ કરવામાં આવી હતી.
આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશ પ્રમુખે કાર્યકર્તાઓને વિશેષ માર્ગદર્શન આપ્યું અને દરેક મતદાર સુધી પહોંચવા માટે સચોટ આયોજન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કાર્યકર્તાઓને એકજૂટ રહીને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે પ્રેરણા આપી હતી.
આ મુલાકાતથી કાર્યકર્તાઓમાં નવી ઊર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થયો હતો. કાર્યકર્તાઓએ પણ પક્ષ પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યક્ત કરી અને આવનારી ચૂંટણીમાં જીત સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
આ રીતે “સંગઠન મજબૂત, જીત નિશ્ચિત” ના મંત્ર સાથે, કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો, જે ભવિષ્યમાં પક્ષને વધુ મજબૂતી આપશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai