
અમરેલી,15 એપ્રિલ (હિ.સ.)
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી – ૨૦૨૬ને ધ્યાનમાં રાખીને તાલુકા પંચાયત બેઠક – જાળીયા હેઠળ આવતાં ગામોના આગેવાનો તથા કાર્યકર્તાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રી કોશિક વેકારીયા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું.
બેઠક દરમિયાન આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુવ્યવસ્થિત માઇક્રો પ્લાનિંગ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. દરેક બૂથ સ્તરે મજબૂત અને અસરકારક આયોજન થાય તે માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. મતદારો સુધી સરળતાથી પહોંચવા, સંગઠનને વધુ સશક્ત બનાવવા અને ચૂંટણીમાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે વ્યૂહરચના ઘડવામાં આવી હતી.
મંત્રી કોશિક વેકારીયાએ કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે, સંગઠનની એકતા અને કાર્યકર્તાઓની મહેનતથી જ જીત સુનિશ્ચિત થાય છે. તેમણે દરેક કાર્યકર્તાને સક્રિય રહીને પોતાના વિસ્તારમાં વધુમાં વધુ લોકો સાથે જોડાવા અને પક્ષના વિચારધારાને મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો.
આ બેઠકના પરિણામે કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસનો સંચાર થયો હતો. સૌએ મળીને આવનારી ચૂંટણીમાં જીત મેળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો, જે સંગઠનની મજબૂતી દર્શાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai