ગણદેવીમાં દારૂની હેરાફેરીનો ભંડાફોડ, ઇકો કાર સાથે આરોપી પકડાયો
નવસારી, 15 એપ્રિલ (હિ.સ.): ગણદેવી પોલીસ દ્વારા દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે કાર્યવાહી કરતાં એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. દુવાડા-ખેરગામ રોડ પર નાકાબંધી દરમિયાન રોકવામાં આવેલી મારુતિ સુઝુકી ઇકો કારમાંથી મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો. પોલી
Arrest


નવસારી, 15 એપ્રિલ (હિ.સ.): ગણદેવી પોલીસ દ્વારા દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે કાર્યવાહી કરતાં એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. દુવાડા-ખેરગામ રોડ પર નાકાબંધી દરમિયાન રોકવામાં આવેલી મારુતિ સુઝુકી ઇકો કારમાંથી મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી કુલ 816 બોટલ દારૂ જપ્ત કર્યો છે, જેની અંદાજિત કિંમત 5.66 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.

માહિતીના આધારે પોલીસ ટીમે પૂર્વ આયોજન સાથે ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન બારડોલીના મોટાગામના 62 વર્ષીય રમેશભાઈ ઉત્તમભાઈ પટેલને ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં દારૂ સપ્લાય કરનાર તરીકે દમણના કચીગામનો એક વ્યક્તિ અને દારૂ મંગાવનાર તરીકે સુરતના ડીંડોલીની એક મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

આ સમગ્ર કામગીરી ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવી હતી. ગણદેવી પોલીસએ વધુ તપાસ શરૂ કરી છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક પગલાં ચાલુ રાખવાની સ્પષ્ટતા કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande