
મહેસાણા, 15 એપ્રિલ (હિ.સ.) : મહેસાણા માર્કેટ યાર્ડમાં આજે વિવિધ કૃષિ જણસોની સારી આવક સાથે બજારમાં સક્રિયતા જોવા મળી હતી. ખાસ કરીને એરંડાની આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો. આજે એરંડાની કુલ 7064 બોરી આવક નોંધાઈ હતી, જેમાં ભાવ 1200 થી 1270 રૂપિયા પ્રતિ 20 kg વચ્ચે રહ્યા હતા. ભાવમાં હળવો ફેરફાર છતાં ખેડૂતો માટે ભાવ સંતોષકારક રહ્યા છે. રાયડાની 434 બોરી આવક સાથે તેના ભાવ 1232 થી 1400 રૂપિયા પ્રતિ 20 kg રહ્યા હતા. આવકમાં વધારાને કારણે ભાવમાં થોડો દબાણ હોવા છતાં બજાર સ્થિર રહ્યું હતું. ગવારની 15 બોરી આવક સાથે ભાવ 1000 રૂપિયા પ્રતિ 20 kg રહ્યો હતો.
વરીયાળીની 10 બોરી આવક નોંધાઈ હતી, જેમાં ભાવ 1051 થી 1780 રૂપિયા રહ્યા હતા. મેથીની 38 બોરી આવક સાથે ભાવ 951 થી 1190 રૂપિયા રહ્યા હતા. સુવાની 71 બોરી આવક નોંધાઈ હતી, જેમાં ભાવ 1670 થી 1900 રૂપિયા પ્રતિ 20 kg રહ્યા હતા. આ ઉપરાંત ઘઉંની 201 બોરી આવક સાથે ભાવ 411 થી 631 રૂપિયા રહ્યા હતા, જ્યારે અજમાની 151 બોરી આવકમાં ભાવ 500 થી 2540 રૂપિયા સુધી રહ્યા હતા. માર્કેટ યાર્ડમાં આજે કુલ મળીને આવક સારી રહી હતી અને મોટાભાગની જણસોમાં ભાવ મિશ્રથી સ્થિર જોવા મળ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR