એક વર્ષથી નાસતા આરોપીને એસ.ઓ.જી. મહેસાણાએ ઝડપી પાડ્યો
મહેસાણા, 15 એપ્રિલ (હિ.સ.) : ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એન.ડી.પી.એસ. ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને એસ.ઓ.જી. મહેસાણા ટીમે ઝડપી પાડ્યો છે. જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નાસતા આરોપીઓને પકડવા માટે
એક વર્ષથી નાસતા એન.ડી.પી.એસ. કેસના આરોપીને એસ.ઓ.જી. મહેસાણાએ ઝડપી પાડ્યો


મહેસાણા, 15 એપ્રિલ (હિ.સ.) : ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એન.ડી.પી.એસ. ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને એસ.ઓ.જી. મહેસાણા ટીમે ઝડપી પાડ્યો છે. જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નાસતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ખાસ ડ્રાઇવ દરમિયાન આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, પેથાપુર પો.સ્ટે. ગુનામાં વોન્ટેડ આરોપી પ્રગ્નેશગીરી ઉર્ફે પ્રકાશગીરી ઉર્ફે મહારાજ (રહે. ઉણાદ, તા. વડનગર, જી. મહેસાણા) છેલ્લા એક વર્ષથી પોલીસ પકડથી દૂર હતો. એસ.ઓ.જી. મહેસાણા ટીમ વડનગર વિસ્તારમાં પેટ્રોલિંગ અને તપાસ દરમિયાન હતી, ત્યારે પોલીસને ખાનગી બાતમી મળી હતી કે આરોપી ઉણાદ ગામે મહાકાળી માતાના મંદિર પાસે હાજર છે.

આ માહિતીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી, જ્યાં આરોપી મળી આવતા તેને કાયદેસરની રીતે અટક કરવામાં આવ્યો હતો. આરોપીને વધુ તપાસ માટે વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande