અમરેલી ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું ભવ્ય સ્વાગત, સાંસદ ભરત સુતરીયાની આગેવાની
અમરેલી, 15 એપ્રિલ (હિ.સ.) : આજરોજ અમરેલી જિલ્લાની ધરા પર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પધાર્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમરેલી લોકસભાના સાંસદ ભરત સુતરીયાએ આગેવાની લઈ પ્રદેશ અધ્યક્ષન
અમરેલી ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું ભવ્ય સ્વાગત, સાંસદ ભરત સુતરીયાની આગેવાની


અમરેલી, 15 એપ્રિલ (હિ.સ.) :

આજરોજ અમરેલી જિલ્લાની ધરા પર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પધાર્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમરેલી લોકસભાના સાંસદ ભરત સુતરીયાએ આગેવાની લઈ પ્રદેશ અધ્યક્ષનું આત્મિય સ્વાગત કર્યું હતું.

પ્રદેશ અધ્યક્ષના આગમનને લઈને કાર્યકર્તાઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહભેર સ્વાગત કરીને પોતાના નેતાપ્રત્યેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ અવસર પર સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યકર્તાઓ સાથે સંવાદ પણ કરવામાં આવ્યો હતો. પ્રદેશ અધ્યક્ષે કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ભાજપની શક્તિ તેના કાર્યકર્તાઓમાં છે અને દરેક બૂથ પર મજબૂત સંગઠન ઉભું કરવું જરૂરી છે.

સાંસદ ભરત સુતરીયાએ પણ પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, પક્ષના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં વિકાસના કાર્યોને વધુ ગતિ મળશે. આ કાર્યક્રમથી કાર્યકર્તાઓમાં નવી ઊર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande