અમરેલી કોંગ્રેસ કાર્યાલયે પરેશ ધાનાણીએ ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો
અમરેલી,15 એપ્રિલ (હિ.સ.) : અમરેલી શહેર સ્થિત કોંગ્રેસ કાર્યાલયે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આવનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્
અમરેલી કોંગ્રેસ કાર્યાલયે પરેશ ધાનાણીએ ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો


અમરેલી,15 એપ્રિલ (હિ.સ.) : અમરેલી શહેર સ્થિત કોંગ્રેસ કાર્યાલયે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આવનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.

પરેશ ધાનાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસનો ઢંઢેરો જનતાની જરૂરિયાતો અને પ્રશ્નોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં ખાસ કરીને પાણી, માર્ગ, આરોગ્ય, શિક્ષણ અને રોજગારી જેવા મુખ્ય મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ સત્તામાં આવશે તો લોકોના હિતમાં પારદર્શક અને જવાબદાર શાસન આપશે.

તેમણે ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, હાલની વ્યવસ્થામાં સામાન્ય લોકોની સમસ્યાઓનો યોગ્ય ઉકેલ નથી મળતો. કોંગ્રેસ જનતાના હિત માટે પ્રતિબદ્ધ છે અને લોકોનો વિશ્વાસ જીતવા માટે સતત પ્રયત્નશીલ રહેશે.

આ પ્રસંગે કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સૌએ મળીને આવનારી ચૂંટણીમાં કોંગ્રેસને વિજયી બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે જનહિતના મુદ્દાઓ પર વધુ મજબૂતીથી કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande