સુરતમાં ગરમીનો કહેર: ગરમી અને ભેજથી લોકો પરેશાન
સુરત, 15 એપ્રિલ (હિ.સ.): એપ્રિલના મધ્યમાં જ સુરત શહેરમાં તાપમાન સતત ઊંચું જતા લોકો ગરમીથી અકળાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાન 39.8°C સુધી પહોંચતાં શહેરમાં ઉકળાટભર્યું વાતાવરણ સર્જાયું છે. સવારના સમયથી જ ગરમ પવનો ફૂંકાતા લોકો માટે બહાર ન
Scorching heat in Gujarat at the beginning of summer, mercury crosses 40 in just 10 days


સુરત, 15 એપ્રિલ (હિ.સ.): એપ્રિલના મધ્યમાં જ સુરત શહેરમાં તાપમાન સતત ઊંચું જતા લોકો ગરમીથી અકળાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાન 39.8°C સુધી પહોંચતાં શહેરમાં ઉકળાટભર્યું વાતાવરણ સર્જાયું છે. સવારના સમયથી જ ગરમ પવનો ફૂંકાતા લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાન વધુ વધવાની શક્યતા વ્યક્ત કરી છે.

દરિયાકાંઠે આવેલું શહેર હોવાને કારણે અહીં ભેજનું પ્રમાણ પણ વધારે રહે છે, જે ગરમીને વધુ તીવ્ર બનાવે છે. લઘુત્તમ તાપમાન 25.6°C નોંધાયું હોવા છતાં ભેજ 80 ટકા સુધી પહોંચતા લોકોને ભારે બફારો અનુભવાઈ રહ્યો છે. પવનની ગતિ પણ ખૂબ ઓછી હોવાથી ગરમીમાં રાહત મળતી નથી અને અનુભૂતિ તાપમાન 40થી વધુ લાગે છે.

ગરમીના કારણે બપોરે 12થી 4 દરમિયાન શહેરના મુખ્ય વિસ્તારોમાં લોકોની અવરજવર ઘટી ગઈ છે. વરાછા, અડાજણ અને વેસુ જેવા વિસ્તારોમાં રસ્તાઓ પર ટ્રાફિક ઓછો જોવા મળી રહ્યો છે. લોકો ઠંડક માટે છાશ, લીંબુ પાણી અને શેરડીના રસ જેવા પીણાં તરફ વળી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા જાહેર સ્થળોએ પાણીની વ્યવસ્થા અને છાંયો માટે ગ્રીન નેટ લગાવવાનું કામ તેજ કરવામાં આવ્યું છે.

તબીબોએ ગરમીના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખીને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી છે. ડિહાઈડ્રેશન અને હીટ સ્ટ્રોકના કેસ વધવાની શક્યતા છે, તેથી બપોરના તડકામાં બહાર ન જવું, હળવા અને સુતરાઉ કપડાં પહેરવા અને પૂરતું પાણી પીવું જરૂરી છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને બપોરના સમયમાં ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande