


પોરબંદર, 15 એપ્રિલ (હિ.સ.)પોરબંદરની ખૂબ જ સમર્પિત અને નિષ્ઠાપૂર્વક જીમ, ફિટનેસ અને માર્શલ આર્ટ્સ ક્ષેત્રે કાર્યરત જાણીતી સંસ્થા એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ને ગર્લ્સ સેલ્ફ ડિફેન્સ તથા ફિટનેસ ક્ષેત્રે અદ્વિતીય અને શ્રેષ્ઠ સેવાઓ બદલ તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલ ભવ્ય એવોર્ડ સેરેમનીમાં બોલિવૂડ સ્ટાર અને ફિટનેસ આઇકોન બિપાશા બાસુના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી છે.
આ એવોર્ડ સેરેમનીમાં દેશભરના વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કાર્ય અને યોગદાન આપનાર સંસ્થાઓને પ્રોત્સાહિત કરવા માટે સન્માનિત કરવામાં આવી હતી. પોરબંદર તેમજ ગુજરાત રાજ્ય સહિત દેશના વિવિધ વિસ્તારોમાં ફિટનેસ, ગર્લ્સ સેલ્ફ ડિફેન્સ, યોગ અને સામાજિક ક્ષેત્રે બાળકો, યુવાનો, વયસ્કો અને -વૃદ્ધો સહિત સમાજના તમામ વર્ગોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ ફેલાવવા બદલ એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ને આ ગૌરવપૂર્ણ એવોર્ડ આપવામાં આવ્યો છે.આ પ્રસંગે સંસ્થાના ફાઉન્ડર કેતન કોટિયા, સુરજ મસાણી તથા સંસ્થાના સમર્પિત ઈન્સ્ટ્રક્ટર્સ મહેશ મોતીવરસ અને સુનિલ ડાકી ઉપસ્થિત રહી આ એવોર્ડ સ્વીકાર્યો હતો.
એક્સટ્રીમ ફિટનેસના ફાઉન્ડર કેતન કોટિયા અને સુરજ મસાણીએ આ એવોર્ડનું સંપૂર્ણ શ્રેય સંસ્થાના તમામ સમર્પિત ઈન્સ્ટ્રક્ટર્સ, એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ના સભ્યો અને પોરબંદરની જનતાને સમર્પિત કર્યું હતું. વિશેષ કરીને સંસ્થાની સાથે લાંબા સમયથી જોડાયેલા સભ્યો અને ઇન્સ્ટ્રક્ટર્સ સુનિલ ડાકી, મહેશ મોતીવરસ, નિશા કોટિયા, ક્રિષ્ના મહેતા, અંજલી ગાંધ્રોકિયા, ધ્વનિ સલેટ, શ્રેયસ કોટિયા, ચિરાગ પાંજરી, યશ ડોડીયા, હેબીત મલેક, મોહિત મઢવી, હની મોતીવરસ, સ્નેહા પાંજરી, મોહિત શિયાળ, હાર્દિક રાઠોડ, યશ કોટિયા અને કાર્તિક માલમના યોગદાન બદલ સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya