મતદાન જાગૃતિ : અમે ચોક્કસ મતદાન કરીશું ના શપથ લેતા વિદ્યાર્થીઓ
રાજકોટ,15 એપ્રિલ (હિ.સ.) લોકશાહીના પર્વ સમાન સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ આગામી 26 એપ્રિલના રોજ યોજાવા જઈ રહી છે. જેમાં 18 વર્ષથી ઉપરના તમામ ભારતીય નાગરિકને મતદાન કરવાનો મતાધિકાર મળે છે. રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.
મતદાન જાગૃતિ અમે ચોક્કસ મતદાન કરીશું ના શપથ લેતા વિદ્યાર્થીઓ


રાજકોટ,15 એપ્રિલ (હિ.સ.) લોકશાહીના પર્વ સમાન સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ આગામી 26 એપ્રિલના રોજ યોજાવા જઈ રહી છે. જેમાં 18 વર્ષથી ઉપરના તમામ ભારતીય નાગરિકને મતદાન કરવાનો મતાધિકાર મળે છે.

રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ અંગે વિવિધ

કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.

ખાસ કરીને યુવા મતદાતાઓ તેમના અધિકાર માટે આગળ આવે તે માટે કોલેજમાં વિશેષરૂપે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

જેમાં રાજકોટ શહેર ખાતે એચ.એન્ડ.એચ.બી.કોટક સાયન્સ કોલેજ, શ્રી મણીભાઈ વિરાણી તથા

શ્રીમતી નવલબેન વિરાણી સાયન્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓએ મતદાન અંગે શપથ લીધા હતાં.

જયારે રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ડુમિયાણી સ્થિત બી. આર. એસ. કોલેજ ખાતે યુવા વિદ્યાર્થીઓ હોંશભેર મતદાન જાગૃતિ કાર્યક્રમમાં જોડાઈ “અમે ચોક્કસ મતદાન કરવા જઈશું” તેવા શપથ લીધા હતાં.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વધુને વધુ યુવા મતદાતાઓ મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવે તે માટે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande