વાપીના કુંતાથી ૨૦ વર્ષીય યુવતી ગુમ, પોલીસ તપાસ શરૂ
વાપી , 15 એપ્રિલ (હિ.સ.) દમણના નાની દમણ વિસ્તારના ભેસલોર ગામે, કોળીવાડ ફળિયામાં રહેતી ૨૦ વર્ષીય દિયા મનોજભાઈ કામલી વાપીના કુંતા વિસ્તારમાંથી ગુમ થવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ દિયા તા. ૦૭ એપ્રિલ, ૨૦૨૬ના રોજ સવારે ૮ થી રાત્રિના ૧૧ વાગ્યા દ
વાપીના કુંતા વિસ્તારમાંથી ગુમ થયેલી દિયા કામલીની શોધમાં પોલીસ તપાસ ચાલુ.


વાપી , 15 એપ્રિલ (હિ.સ.) દમણના નાની દમણ વિસ્તારના ભેસલોર ગામે, કોળીવાડ ફળિયામાં રહેતી ૨૦ વર્ષીય દિયા મનોજભાઈ કામલી વાપીના કુંતા વિસ્તારમાંથી ગુમ થવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ દિયા તા. ૦૭ એપ્રિલ, ૨૦૨૬ના રોજ સવારે ૮ થી રાત્રિના ૧૧ વાગ્યા દરમિયાન કુંતા ખાતે રોયલ વિલેજ સોસાયટી સામેના રસ્તા પરથી ક્યાંક નીકળી ગઈ હતી અને ત્યારથી ઘરે પરત ફરી નથી.

પરિવારજનો દ્વારા દિયાની શોધખોળ કરવામાં આવી હતી, છતાં તેની કોઈ ભાળ મળી ન આવતા માતા તેજલબેન મનોજભાઈ કામલીએ વાપી ટાઉન પોલીસ મથકે ગુમ થવાની નોંધ નોંધાવી છે. પોલીસ દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુમ થયેલી દિયા મધ્યમ બાંધો ધરાવે છે, ગોરા વર્ણની છે અને તેની ઊંચાઈ અંદાજે પાંચ ફૂટ છે. તે મરૂન રંગની ફૂલવાળી ડિઝાઇનની કુર્તી અને મરૂન રંગનો સફેદ ઉભા પટ્ટાવાળો પાયજામો પહેરેલી હતી. તે ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે.

પોલીસે જનતાને અપીલ કરી છે કે, કોઈને પણ યુવતી અંગે માહિતી મળે તો વાપી ટાઉન પોલીસ મથકે તરત જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande