ખેડાની ચિખલોડ બેઠક પર ચૂંટણી મેદાનમાં એકપણ ઉમેદવાર નથી,તમામ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા
- કોંગ્રેસ-ભાજપ અને 2 અપક્ષ ઉમેદવાર ચૂંટણી નહીં લડે, લોકશાહીનું હનન થતું રોકવા ચૂંટણી અધિકારીએ સમજાવ્યા છતાં ન માન્યા અમદાવાદ,15 એપ્રિલ (હિ.સ.) ગુજરાતમાં 26 એપ્રિલના રોજ મહાનગરપાલિકા અને સાથે જીલલપંચાયત,તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે ત્યારે ખે
ખેડાની ચિખલોડ બેઠક પર ચૂંટણી મેદાનમાં એકપણ ઉમેદવાર નથી,તમામ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા


- કોંગ્રેસ-ભાજપ અને 2 અપક્ષ ઉમેદવાર ચૂંટણી નહીં લડે, લોકશાહીનું હનન થતું રોકવા ચૂંટણી અધિકારીએ સમજાવ્યા છતાં ન માન્યા

અમદાવાદ,15 એપ્રિલ (હિ.સ.) ગુજરાતમાં 26 એપ્રિલના રોજ મહાનગરપાલિકા અને સાથે જીલલપંચાયત,તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે ત્યારે ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચિખલોડ બેઠક પર ચૂંટણી મેદાનમાં એકપણ ઉમેદવાર નથી,તમામ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા.

કોંગ્રેસ-ભાજપ અને 2 અપક્ષ ઉમેદવાર ચૂંટણી નહીં લડે, લોકશાહીનું હનન થતું રોકવા ચૂંટણી અધિકારીએ સમજાવ્યા છતાં ન માન્યા'

આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વિરોધ પક્ષના ઉમેદવારોએ મેદાન છોડતા ભાજપના અનેક ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે.ત્યારે ફાગવેલ તાલુકાની ચિખલોડ બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યારેય ન બન્યું હોય તેવો મોટો ખેલ પડ્યો છે.

તમામ રાજકીય સમીકરણોની સ્થાનિક સમસ્યા મુદ્દે હાર થઈ છે.

મૂળ તાલુકામાં રહેવાની માગ સાથે ગ્રામજનોના વિરોધને પગલે ચિખલોડ બેઠક પરના કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ચૂંટણી મેદાનમાં એકપણ ઉમેદવાર નથી. ફોર્મ ખેંચનાર ઉમેદવારોને ચૂંટણી અધિકારીએ લોકશાહીનું હનન થતું રોકવા માટે ખૂબ સમજાવ્યા હતા, આમછતાં ચારેય ટસના મસ થયા નહતા અને માન્યા ન હતા.

ખેડા જિલ્લા પંચાયતની 4 બેઠકો પર અત્યારથી જ ભાજપે કબજો જમાવી દીધો છે.

જિલ્લામાં સૌથી વધુ ચર્ચા ફાગવેલ તાલુકાની ચિખલોડ બેઠકની થઈ રહી છે. અહીં ગુજરાતમાં પ્રથમવાર બને તેવી અનોખી સ્થિતિ સર્જાઈ છે. આ બેઠક પરના તમામ પક્ષોના અને અપક્ષ ઉમેદવારોએ સામૂહિક રીતે ફોર્મ પરત ખેંચી લેતા હવે અહીં ચૂંટણી યોજાશે નહીં.

ફોર્મ પરત ખેંચનાર ઉમેદવારો માં ભાજપના ભાવના પરમાર,કોંગ્રેસના સોનલ પરમાર અને અપક્ષ ઈલા શર્મા અને ધ્રુમા શર્મા એ ફોર્મ પરત ખેંચ્યા.

ચિખલોડ ગામ અગાઉ કપડવંજ તાલુકામાં હતું, પરંતુ તેને નવરચિત ફાગવેલ તાલુકામાં ભેળવી દેવાતા ગ્રામજનોમાં ભારે રોષ છે. ગામને કપડવંજ તાલુકામાં જ યથાવત રાખવાની માંગ સાથે ગ્રામજનોએ અગાઉ ઉપવાસ આંદોલન પણ કર્યું હતું. આ વિરોધના સમર્થનમાં તમામ ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાંથી હટી જવાનો નિર્ણય લીધો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande