
નવી દિલ્હી, 17 એપ્રિલ (હિ.સ.) બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને, ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું ગૌરવ વધાર્યું છે. વિશ્વનું પ્રતિષ્ઠિત ફિલ્મ સન્માન 'ધ એકેડેમી એ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર, શાહરૂખ ખાનની ફિલ્મ' ઓમ શાંતિ ઓમ નું યાદગાર દ્રશ્ય શેર કરીને વિશેષ સન્માન આપ્યું હતું. આ પોસ્ટ સામે આવતાં જ શાહરૂખના ચાહકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી.
એકેડેમી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં, ફિલ્મના પ્રખ્યાત સંવાદ અગર કિસી ચીઝ કો શિદ્દત સે ચાહો નો સમાવેશ થાય છે, જે હજુ પણ હિન્દી સિનેમાના સૌથી લોકપ્રિય સંવાદોમાં ગણવામાં આવે છે. આ પોસ્ટને કેપ્શન આપતા એકેડમીએ લખ્યું, નસીબ વિશે એક વાત ચોક્કસ છે કે તે ક્યારેય ચૂકી જતું નથી. ચાહકો દ્વારા આ સન્માનને શાહરૂખ ખાનની વૈશ્વિક લોકપ્રિયતાની નવી માન્યતા તરીકે જોવામાં આવી રહ્યું છે.
2007માં રજૂ થયેલી 'ઓમ શાંતિ ઓમ નું નિર્દેશન ફરાહ ખાને કર્યું હતું. આ ફિલ્મથી દીપિકા પાદુકોણે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં અર્જુન રામપાલ, કિરણ ખેર અને શ્રેયસ તલપડે પણ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળ રહી હતી અને હજુ પણ તેની ગણતરી શાહરૂખની કારકિર્દીની યાદગાર ફિલ્મોમાં થાય છે.
એકેડેમીની આ પોસ્ટ બાદ, ચાહકો સતત સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકોએ તેને ભારતીય સિનેમા માટે ગર્વની ક્ષણ ગણાવી છે. ચાહકો કહે છે કે, શાહરૂખ ખાન માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વ સિનેમામાં પણ સૌથી મોટા સ્ટાર્સમાંનો એક છે અને આ સન્માન તેનો પુરાવો છે.
હિન્દુસ્થાન સમાચાર /લોકેશ ચંદ્ર દુબે/રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ