એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ આજે, પશ્ચિમ એશિયાથી 32 ફ્લાઇટ્સનું સંચાલન કરશે
નવી દિલ્હી, 03 એપ્રિલ (હિ.સ.) પશ્ચિમ એશિયામાં કટોકટી વચ્ચે, ટાટાની આગેવાની હેઠળની એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ, આજે આ પ્રદેશમાં અને ત્યાંથી સંયુક્ત રીતે 32 શિડ્યુલ્ડ અને નોન-શિડ્યુલ્ડ ફ્લાઇટ્સનું સંચાલન કરશે. એ
એર ઈન્ડિયા


નવી દિલ્હી, 03 એપ્રિલ (હિ.સ.)

પશ્ચિમ એશિયામાં કટોકટી વચ્ચે, ટાટાની આગેવાની હેઠળની એર ઇન્ડિયા અને એર

ઇન્ડિયા એક્સપ્રેસ, આજે આ પ્રદેશમાં અને ત્યાંથી સંયુક્ત રીતે 32 શિડ્યુલ્ડ અને

નોન-શિડ્યુલ્ડ ફ્લાઇટ્સનું સંચાલન કરશે.

એર ઇન્ડિયાએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,” એર

ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ 3 એપ્રિલે પશ્ચિમ એશિયામાં

અને ત્યાંથી 32 શિડ્યુલ્ડ અને નોન-શિડ્યુલ્ડ ફ્લાઇટ્સનું સંચાલન કરી રહી છે.”

એરલાઇનના જણાવ્યા અનુસાર, “મુસાફરોને મદદ કરવા માટે આમાં યુએઇ માટે 18 નોન-શિડ્યુલ્ડ

ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. નિયમનકારી મંજૂરીઓ દ્વારા સમર્થિત આ કામગીરી દુબઈ, અબુ ધાબી, શારજાહ, મસ્કત અને

જેદ્દાહ જેવા શહેરોને જોડે છે.”

એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે,” સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) માટે અને ત્યાંથી તેની 18 નોન-શિડ્યુલ્ડ

ફ્લાઇટ્સ પ્રસ્થાન સ્ટેશનો પર સ્લોટની ઉપલબ્ધતા અને અન્ય પ્રવર્તમાન પરિસ્થિતિઓ પર

આધાર રાખશે. આ ફ્લાઇટ્સ યુએઇમાં સંબંધિત

ભારતીય અને સ્થાનિક નિયમનકારી અધિકારીઓ પાસેથી જરૂરી પરવાનગીઓ સાથે સંચાલિત થઈ રહી

છે.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande