વસ્તી ગણતરી 2027: લોકસભા અધ્યક્ષ બિરલાએ સ્વ-ગણતરી માટે નોંધણી કરાવી
નવી દિલ્હી, 3 એપ્રિલ (હિ.સ): લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ, શુક્રવારે વસ્તી ગણતરી 2027 હેઠળ સ્વ-ગણતરી અભિયાનમાં ભાગ લીધો, તેમના પરિવારની વિગતો ઓનલાઈન પોર્ટલ પર નોંધાવી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ''એક્સ'' પર માહિતી શેર કરતા, તેમણે નાગરિકોને આ રાષ્ટ્રીય
લોકસભા અધ્યક્ષ બિરલાએ સ્વ-ગણતરી માટે નોંધણી કરાવી


નવી દિલ્હી, 3 એપ્રિલ (હિ.સ): લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ, શુક્રવારે વસ્તી ગણતરી 2027 હેઠળ સ્વ-ગણતરી અભિયાનમાં ભાગ લીધો, તેમના પરિવારની વિગતો ઓનલાઈન પોર્ટલ પર નોંધાવી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર માહિતી શેર કરતા, તેમણે નાગરિકોને આ રાષ્ટ્રીય અભિયાનમાં સક્રિયપણે ભાગ લેવા અપીલ કરી.

બિરલાએ પોસ્ટમાં જણાવ્યું હતું કે, વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ થઈ ગયો છે, અને તેમણે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી. તેને નવા યુગની શરૂઆત ગણાવતા તેમણે કહ્યું કે, પ્રથમ વખત વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ રીતે હાથ ધરવામાં આવી રહી છે, જેનાથી નાગરિકો તેમના પરિવારની વિગતો જાતે નોંધાવી શકે છે. તેમણે આ પ્રક્રિયાને સલામત, સચોટ અને અનુકૂળ ગણાવી.

ઉલ્લેખનીય છે કે, વસ્તી ગણતરી 2027 સત્તાવાર રીતે 1 એપ્રિલ, 2026 ના રોજ દેશમાં શરૂ થઈ હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, સ્વ-ગણતરી કરીને આ અભિયાન શરૂ કરનારા સૌપ્રથમ હતા. ત્યારબાદ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ ઓનલાઈન સ્વ-ગણતરી પૂર્ણ કરી.

કેન્દ્ર સરકારે આ વખતે વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ રીતે કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલ હેઠળ, નાગરિકો સત્તાવાર પોર્ટલ દ્વારા પોતાનો ડેટા દાખલ કરી શકે છે. વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે સ્વ-ગણતરી માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

ગૃહ મંત્રાલય અનુસાર, વસ્તી ગણતરી 2027 નો પ્રથમ તબક્કો, ઘરયાદી અને મકાન ગણતરી, 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર, 2026 સુધી ચાલશે. ઘરોની સ્થિતિ, ઉપલબ્ધ સુવિધાઓ, સંપત્તિ અને માળખાગત સુવિધાઓ સંબંધિત 33 પ્રશ્નો દ્વારા વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવશે. પ્રારંભિક તબક્કામાં, આંદામાન અને નિકોબાર ટાપુઓ, ગોવા, કર્ણાટક, લક્ષદ્વીપ, મિઝોરમ, ઓડિશા, સિક્કિમ અને નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ અને દિલ્હીના દિલ્હી કેન્ટોનમેન્ટ બોર્ડ વિસ્તારો સહિત આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્વ-ગણતરી સુવિધા શરૂ કરવામાં આવી છે.

સરકારના જણાવ્યા અનુસાર, આ વેબ-આધારિત સિસ્ટમ 16 પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે અને તેમાં એન્ક્રિપ્શન અને બહુ-સ્તરીય પ્રમાણીકરણ જેવા ઉચ્ચ-સ્તરીય સુરક્ષા પગલાં શામેલ છે. સ્વ-ગણતરી પૂર્ણ કર્યા પછી, નાગરિકોને એક અનન્ય આઈડી પ્રદાન કરવામાં આવે છે, જેનો ઉપયોગ ચકાસણી દરમિયાન કરવામાં આવશે. ડિજિટલ સુવિધા ઉપલબ્ધ હોવા છતાં, પરંપરાગત પ્રક્રિયા ચાલુ રહેશે, જેમાં સરકારી કર્મચારીઓ ઘરે ઘરે જઈને માહિતી એકત્રિત કરશે. વધુમાં, ઘરે ઘરે સર્વેક્ષણ પહેલાં સ્વ-ગણતરી માટે વધારાના 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે, જેથી વધુ લોકો પોતાનો ડેટા જાતે દાખલ કરી શકે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande