
ગુવાહાટી, નવી દિલ્હી,03 એપ્રિલ (હિ.સ.)
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) આસામમાં તેના ચૂંટણી પ્રચારને વધુ તેજ કરવાની તૈયારી
કરી રહી છે. પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓ આજે રાજ્યના વિવિધ ભાગોમાં જાહેર રેલીઓને
સંબોધશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, આજે ફરી આસામ આવી
રહ્યા છે. તેઓ પાર્ટી અને એનડીએસમર્થિત ઉમેદવારોના
સમર્થનમાં કમલપુર, મંગલદઈ અને નવી ગુવાહાટીમાં ચૂંટણી રેલીઓ કરશે.
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અર્જુન મુંડા પણ આજે, આસામની મુલાકાત લેશે. તેઓ
ઉપલા આસામના નાહરકટિયા અને તિનસુકિયાના ટીંગખોંગ વિસ્તારમાં, ભાજપના ઉમેદવારો માટે
પ્રચાર કરશે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બરપેટા અને બરસોલા
વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી રેલીઓને સંબોધશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,
રાજ્યના બે દિવસના પ્રવાસે છે અને તેમની મુલાકાતના બીજા દિવસે ગોલકગંજ, દૂધનૈ અને
પલાશબારીમાં, મોટી જાહેર રેલીઓને સંબોધશે.
વિપક્ષ કોંગ્રેસ પાર્ટી પણ જોરશોરથી પ્રચાર કરી રહી છે.
કોંગ્રેસના નેતા સચિન પાયલટ, આજે ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. આ દરમિયાન, હૈદરાબાદના સાંસદ
અસદુદ્દીન ઓવૈસી પણ, એયુડીએફના સમર્થનમાં અનેક ચૂંટણી રેલીઓમાં ભાગ લેશે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અરવિંદ રાય / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ