ગાંધીનગર મનપા દ્વારા ભાઈજીપુરા વિસ્તારમાં મેગા દબાણ હટાવો ઝુંબેશ, સર્વિસ રોડ ખુલ્લો કરાયો
ગાંધીનગર, 04 એપ્રિલ (હિ.સ.) ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના માર્ગોને ટ્રાફિકમુક્ત કરવા અને રાહદારીઓની સુવિધા વધારવાના હેતુથી ભાઈજીપુરા ચોકડી તથા તેની આસપાસના સર્વિસ રોડ પર સઘન દબાણ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. લાંબા સમયથી અવરોધ
ગાંધીનગર મનપા દ્વારા કાર્યવાહી


ગાંધીનગર, 04 એપ્રિલ (હિ.સ.) ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના માર્ગોને ટ્રાફિકમુક્ત કરવા અને રાહદારીઓની સુવિધા વધારવાના હેતુથી ભાઈજીપુરા ચોકડી તથા તેની આસપાસના સર્વિસ રોડ પર સઘન દબાણ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. લાંબા સમયથી અવરોધરૂપ બનેલા કાચા-પાકા દબાણો અને ખાદ્યપદાર્થોની લારીઓને હટાવીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.

ભાઈજીપુરા સર્વિસ રોડ પર આવેલી વિવિધ દુકાનોના સંચાલકો દ્વારા દુકાનની આગળના ભાગમાં, જે વાસ્તવમાં રાહદારીઓ માટે ચાલવાની જગ્યા છે, ત્યાં વ્યવસાયિક છૂટછાટ આપવામાં આવતી હતી. આ જગ્યાનો ઉપયોગ પાણીપુરીની લારીઓ, ફાસ્ટ ફૂડના સ્ટોલ્સ અને અન્ય ફેરિયાઓ દ્વારા કરવામાં આવતો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં દબાણના ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા. આ ગેરકાયદેસર દબાણોને લીધે સર્વિસ રોડ પર ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની ગઈ હતી.

એસ્ટેટ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી આ તમામ દબાણો દૂર કર્યા હતા.

શહેરના મુખ્ય માર્ગો અને જંકશનો પર ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિવારણ લાવવા માટે આ પ્રકારની દબાણ વિરોધી ડ્રાઇવ આગામી દિવસોમાં પણ સતત જારી રાખવામાં આવશે. નાગરિકો અને વેપારીઓને અપીલ કરવામાં આવે છે કે તેઓ જાહેર માર્ગો પર દબાણ ન કરી ગાંધીનગર મહાનગરપાલિકાને સહકાર આપે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande