
પાટણ, 04 એપ્રિલ (હિ.સ.) : પાટણ નગરપાલિકાએ વર્ષ 2026-27 માટે મિલકત તથા અન્ય વેરાની વસૂલાત પ્રક્રિયા શરૂ કરી છે. નાગરિકોને સમયસર વેરા ભરવા પ્રોત્સાહિત કરવા માટે રિબેટ યોજના જાહેર કરવામાં આવી છે. 4 એપ્રિલથી ઈ-નગર પોર્ટલ દ્વારા ઓનલાઇન વેરા સ્વીકારવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે.
ચાલુ વર્ષે વેરાના બેઝિક રેટમાં 10%નો વધારો કરવામાં આવ્યો છે. તેમ છતાં, જે કરદાતાઓ 30 જૂન, 2024 સુધીમાં તમામ વેરા ભરશે, તેમને મિલકત વેરામાં 10% રાહત મળશે. 1 જુલાઈથી પાણી અને ડ્રેનેજ વેરા પર 20% નોટિસ ફી લાગુ થશે.
નાગરિકો ગાંધીબાગ સ્થિત સિટી સિવિક સેન્ટર ખાતે રૂબરૂ જઈ વેરો ભરી શકે છે અથવા ઈ-નગર પોર્ટલ દ્વારા ઓનલાઇન ચૂકવણી કરી શકે છે. નગરપાલિકા તંત્રએ સમયસર વેરા ભરી રાહતનો લાભ લેવા અને વધારાની પેનલ્ટીથી બચવા અપીલ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ